Ahmedabad Hit And Run: દારૂ પીધેલી હાલતમાં યુવકે સર્જ્યો ભયંકર અકસ્માત, જુઓ વીડિયોમાં
Ahmedabad Hit And Run: દારૂ પીધેલી હાલતમાં યુવકે સર્જ્યો ભયંકર અકસ્માત, જુઓ વીડિયોમાં
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત.વિજય જોશી નામના 30 વર્ષીય યુવાને અખબારનગર અંડરપાસની બહાર આવેલો સ્વિનગ ગેટ પણ તોડ્યો અને એક્ટિવા ચાલકને પણ ટક્કર મારી હતી..
અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત હતો..અખબારનગર અન્ડરપાસથી પ્રગતિનગર ચાર રસ્તા જવાના માર્ગ ઉપરથી પસાર થતા વિજય જોશી નામના કારચાલકે પહેલા અન્ડરપાસના સ્વિનગ ગેટ તોડી નાખ્યો અને બાદમાં સંતુલન ગુમાવતા એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. સદનસીબે એક્ટિવા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી જે અંગે ફરિયાદ બાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી..




















