Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે આનંદનગર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, હાઈકોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણ ખુશનૂમા બન્યુ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.





















