Tariff Impact on Sharemarket: ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર અસર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો
Tariff Impact on Sharemarket: ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કે પર અસર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વભરના અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે અને તેની અસર એશિયન બજારોમાં એક મોટા કડાકાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત સામે પણ ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે અને 26 ટકા ટેરિફ લાદી દીધો છે. જેના લીધે નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી પર દેખાઈ શકે છે.
છેલ્લા કારોબારી દિવસની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત સ્થિતિમાં આગળ વધતા જોવા મળ્યા હતા, પરંતુ ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ આજે ગુરુવારે એશિયન બજારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી શકે છે.





















