Mansukh Vasava on Chaitar Vasava | 'ચૈતર વસાવાનું મકાન જંગલની જમીન પર': સાંસદના MLA પર આક્ષેપ
નર્મદામાં 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં હાજર સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા. ચૈતર વસાવા ડેડીયાપાડામાં વૃક્ષ કપાવી રહ્યા હોવાના આરોપ. ચૈતર વસાવાએ જંગલની જમીન પર મકાન બનાવ્યુ હોવાની પણ મનસુખ વસાવાએ કરી વાત..
નર્મદા જિલ્લામાં 75મો વન મહોત્સવ રાજપીપલા સરદાર ટાઉન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ માં સાંસદ મનસુખ વસાવા એ ફરી ચૈતર વસાવા અને અધિકારીઓ પર વિફર્યા હતા,વન મહોત્સવ ના જિલ્લા કક્ષાના કાર્યક્રમ માં ડી ડી ઓ,ડી આર ડી એ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ના ડી એફ ઓ હાજર નહિ રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા અને ફોરેસ્ટ વિભાગે શુ કામગીરી કરી છે તેનો હિસાબ આપવો પડશે વન મહોત્સવ ની નિમંત્રણ પત્રિકામાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નું પણ નામ હતું પણ હાજર નથી રહ્યાં તે બાબતે પણ સાંસદે કહ્યું કે ત્યાંના આગેવાન છે તો એમને હાજર રહેવું જોઈતું હતું સાથે ચૈતર વસાવા પર આક્ષેપ કરતા સાંસદે કહ્યું કે ડેડીયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલ કાપો કાપો કરી રહ્યા છે. સાંસદે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે એક રાજકીય આગેવાન થઈ ને ફોરેસ્ટ ની જમીન માં પોતે મકાન બનાવી દીધું છે અને આજુબાજુ ની જમીન પોતે અને તેમના પરિવાર ના લોકો ખેડી રહ્યા છે ,એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહિ ચાલે બધા એ બોલવું પડશે જો ફોરેસ્ટ વિભાગ કેસ નહિ કરે તો મનસુખ વસાવા કેસ કરશે ચૈતર વસાવા હોઈ કે પછી બીજો કોઈ પણ ચમરબંધી હોઈ મનસુખ વસાવા ને કોઈનો ડર નથી મનસુખ વસાવા એમનેમ ગુસ્સો નથી કરતો એનું યોગ્ય કારણ પણ હોઈ છે જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટ ના અધિકારીઓ ને આગામી દિવસોમાં તમામ આગેવાનો ની મિટિંગ રાખવા પણ સૂચના આપીજેમાં ફોરેસ્ટ વિભાગે શુ કર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે