(Source: ECI/ABP News/ABP Majha)
Vav By Poll 2024 : Parbat Patel : માવજીભાઈને લઈ પરબત પટેલનું સામે આવ્યું ચોંકાવનારું નિવેદન
Vav By Poll 2024 : Parbat Patel : માવજીભાઈને લઈ પરબત પટેલનું સામે આવ્યું ચોંકાવનારું નિવેદન
ચૌધરી સમાજના સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ પરબત પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે વાવની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે જ જંગ છે. માવજીભાઈ જે મત લેશે તે ભાજપને નુકસાન કરશે. આપડા ઉમેદવારને ઠાકોર સમાજે પણ મત આપ્યા છે. લોકસભામાં ચૌધરી સમાજે ગેનીબેનને એક પણ મત આપ્યો નથી. કોંગ્રેસને જીતાડવી હોય અને ફરીથી ખરાબ દિવસો લાવવા હોય તો બીજે મત આપજો. તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષ જ લડશે, અપક્ષો નહિ લડે. વાવમાં આજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે. 13 નવેમ્બરે મતદાન થશે અને 22 નવેમ્બરે પરિણામ આવશે.
શંકર ચૌધરીએ ગર્ભિત ધમકી આપતા કહ્યું હતું કે એક રહેશો અને સરકાર સાથે રહેશો તો અમે કામ કરાવી શકીશું.તમે નહી માનો તો અમારે પણ કહેવું પડે કે અમારૂ કોઈ માનતું નથી. અમે આવું કહીએ પછી કેટલી મુશ્કેલી પડે તે તમે જાણો છો.