Gujarat Weather Updates:રાજ્યમાં 15 નવેમ્બર સુધી ઠંડીને લઈને શું કરાઈ આગાહી?
દિવાળી અને નવા વર્ષના તહેવારો બાદ પણ હજુ શિયાળો શરૂ થયો નથી. લોકો હજુ પણ એસી અને કુલરનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આપણે ઠંડી માટે હજુ વધુ રાહ જોવી પડશે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં હવામાન શુષ્ક છે. પહાડી રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમાં પણ દિવસ દરમિયાનના તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાયેલ છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો પણ 18થી 23 ડિગ્રીની વચ્ચે નોંધાયેલ છે.
Gujarat Weather Updates:રાજ્યમાં 15 નવેમ્બર સુધી ઠંડીને લઈને શું કરાઈ આગાહી?



















