Godhra Water Logging : ગોધરામાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ , નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લાલના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગોધરામાં કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ રોડ, ચિત્રા ખાડી, ભુરાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સિંગલ ફળિયા રેલ્વે ગરનાળાંમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગોધરામાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગોધરામાં એક ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે. ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ ગોધરા શહેરમાં સર્જાઈ છે. જીલ્લા પંચાયત તાલુકા પંચાયત જીલ્લા કોર્ટના મુખ્ય માર્ગ સહિત જીલ્લા કલેક્ટર સંકુલ મુખ્ય ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કમોસમી વરસાદને પગલે જન જીવન ઉપર પણ અસર પડી છે.




















