નવરાત્રિમાં જ સંબંધો થયા શર્મશાર, ક્યાંક પત્ની-પુત્રી તો ક્યાંક પ્રેમિકાની હત્યા, જુઓ વીડિયો
મા આધ્યશક્તિનું પર્વ શારદિય નવરાત્રિ ચાલી રહી છે. શક્તિ આરાધનાના આ પર્વમાં એક બાજુ દરેક ઘરે માના નવેય સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે પરંતુ વાસ્તવમાં એજ નારી સ્વરૂપની દુખદ અને સંવેદના તાર ઝંઝોળી દેતી સ્થિતિ સામે આ રહ્યી છે. જી હાં, નવલી નવરાત્રિના છેલ્લા બે દિવસમાં એવી ઘટના સામે આવી છે. જ્યાં ક્યાંય માતા તો ક્યાં પત્ની તો ક્યાય પ્રેમિકા અને માસૂમ બાળકીની હત્યા કરાઇ છે. વડોદરામાં ચંદન પાર્ક સોસાયટીમાં માતા શોભના પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાની હત્યા કરી દેવાઇ. તો જામજોધપુરના સડોદર ગામે પતિએ જ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. તો પ્રેમનીજાળમાં ફસાવીને સચિન દિક્ષીતે તેની પ્રેમિકા જ હીનાની ગુળુ દબાવી તેમના હત્યા કરી દીધી. જ્યાં શક્તિની પૂજન થાય એ જ દેશના સમાજમાં બનતી આ ઘટના સમાજ સામે અનેક વેધક સવાલ ચોક્કસ છોડી જાય છે.