Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત
PSI અને લોકરક્ષકની ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આપી માહિતી. PSI માટે ચાર લાખ 99 હજાર અને લોકરક્ષક માટે 11 લાખ 5 હજાર અરજી મળી. નવેમ્બરમાં ભરતી માટે PSI માટે લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા. ઉમેદવારોને ધુતારાઓથી દુર રહેવાની કરી અપીલ.
ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી મેળવવા તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખુશીના સમાચાર છે. વિવિધ 12472 પદો માટે આગામી નવેમ્બર મહિનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થશે. નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં લેખિત કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકરક્ષક દળ અને પીએસઆઇની 12472 જગ્યાઓ માટે પોલીસ ભરતી બોર્ડને મળેલી અરજીઓ પૈકી અંદાજિત 16 લાખ જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને કડક ચેતવણી આપી છે કે, તેઓએ છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહે અને પૈસા આપીને નોકરી મેળવવાનો પ્રયાસ પણ ન કરે, પૈસા આપીને કોઈને નોકરી મળવાની નથી. ગત વખતે છેતરપિંડી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી અને તે ઉમેદવારો સામે પણ કાનૂની કાર્યવાહી કરી હતી જેમણે આ રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઉમેદવારો મહેનતથી પરીક્ષાઓ પાસ કરે અને કોઈપણ પ્રકારની લાલચમાં ન પડે.
![Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/4696a8c35cc0af4a40209dfa5f0254cd173895204284573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/ed0b8759746e38a3045210ea4195e03a173894580456473_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Patidar Agitation Cases : સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદારો સામેના 9 કેસ પરત ખેંચાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/e3c9d1929bb014f761bf29833c47bbec173894369401973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/0af4a6c6f153d0e592a0681614f7b7651738905515781722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/4d7c181beecdf20b80535665d17b0ae81738902938436722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)