Banaskantha News : ડીસામાં ફટાકડાના વેપારીના મોતના કેસમાં કથિત પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Banaskantha News : ડીસામાં ફટાકડાના વેપારીના મોતના કેસમાં કથિત પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠાના ડીસામાં ફટાકડા વેપારીઓના કથિત પત્રકાર પર આરોપ. કથિત પત્રકારે ફટાકડાના વેપારી પાસેથી પૈસાની માગ કર્યાનો આરોપ. બબાલ બાદ છાતીમાં દુ:ખાવો ઉપાડતા વેપારીનું મોત થયાનો દાવો. પોલીસે છ કથિત પત્રકાર સામે દાખલ કર્યો ગુનો.
ડીસામાં ફટાકડાના વેપારીના મોતના કેસમાં કથિત પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ...મૃતક મુકેશ ઠક્કર ખાડિયાની વ્હોરા બિલ્ડિંગ પાસે કનૈયા સિઝન સ્ટોર નામની ફટકાડાની દુકાન ચલાવતા. જેમનું રહસ્યમય રીતે મોત નીપજ્યું..આરોપ છે કે,કથિત પત્રકારો ખંડણી માગી વેપારીને પરેશાન કરતા હતા, જેના કારણે કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કથિત પત્રકારો દારૂના નશામાં પૈસા માગવા આવ્યા છે.
















