Una News: લ્યો બોલો, પોસ્ટ મારફતે દારૂની હેરાફેરીનો નવો કિમીયો, જુઓ ભેજાબાજોએ શું કર્યું?
Una News: લ્યો બોલો, પોસ્ટ મારફતે દારૂની હેરાફેરીનો નવો કિમીયો, જુઓ ભેજાબાજોએ શું કર્યું?
ઉના પોલીસે દિવથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના નવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરો દ્વારા નવો કીમિયો અજમાવીને પોસ્ટ વિભાગના પાર્સલ મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાને અડીને આવેલા સંઘ પ્રદેશ દિવમાંથી ગેરકાયદે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. અને પોલીસથી બચવા માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે જેમાં વાહનોમાં ચોરખાના બનાવી દારૂ સંતાડીને લઈ આવવો, દૂધ કેનમાં, શાકભાજીના કેરેટમાં દારૂ છુપાડીને લઈ આવતા, એસ.ટી.બસમાં દારૂ છૂપાવી લઈ આવતા આવા અનેક કિમીયાને પોલીસે નાકામ બનાવ્યા છે, ત્યારે વધુ એક કિમીયાને ઉના પોલીસે નાકામ બનાવ્યો છે.



















