ભાજપના કયા ધારાસભ્યએ 3 મે પછી લોકડાઉન આવવાની વ્યક્ત કરી શક્યતા ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના (Corona) વધતા સંક્રમણ વચ્ચે કેટલાક ધારાસભ્યો રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara)ના વધુ એક ધારાસભ્યએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની માગ કરી છે. સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ લોકડાઉન એ જ આખરી વિકલ્પ હોવાની વાત કરીને લોકડાઉન અંગે માગ કરી છે.. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત પણ કરશે. જીતુભાઈ સુખડીયાએ તો ત્યાં સુધી શક્યતા પણ વ્યક્ત કરી દીધી કે ત્રણ મે પછી લોકડાઉન આવવાની શક્યતા છે.. અગાઉ કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ લોકડાઉનની માગ કરી ચૂક્યા છે.



















