(Source: ECI/ABP News/ABP Majha)
Dwarka RSS | દ્વારકામાં RSSના સ્વયં સેવક સંઘના કાર્યકર પર થયો હુમલો, શું છે મામલો?
Dwarka RSS | દ્વારકામાં RSSના સ્વયં સેવક સંઘના કાર્યકર પર થયો હુમલો, શું છે મામલો?
દેવભૂમિ દ્વારકામાં ગરબા વગાડવા બાબતે હિંસા: 30 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, સંઘ સાથે જોડાયેલા એક યુવક પર ગરબા વગાડવા બાબતે વિધર્મીઓએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. ખંભાળિયા ખાતે, સંઘ સાથે સંકળાયેલ ખુશાલ ગોકાણી પોતાની કારમાં ગરબા વગાડી રહ્યા હતા. કેટલાક વિધાર્મીઓએ તેમને અટકાવ્યા અને ગરબા બંધ કરવા કહ્યું. જોકે, ખુશાલ ગોકાણીએ ગરબા બંધ કરવાની ના પાડતા શાબ્દિક ટપાટપી બાદ વાત વણસી હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો. લાલોશેખ રુસ્તમ સહિતના આરોપીઓએ એક સંપ કરી હિન્દુ યુવક પર હુમલો કર્યો.
હિન્દુ યુવક પર હુમલાની ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો અને તેઓ પોલીસ મથકે પહોંચ્યા. આખરે, પોલીસે ભોગ બનનાર અને હિન્દુ સંગઠનોની ફરિયાદના આધારે 30 થી વધુ લોકોના ટોળા સામે જીવલેણ હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
ખુશાલ ગોકાણીએ પોલીસને જણાવ્યું કે, "હું ભઠીચોક વિસ્તારમાં કાર લઈને મૂકવા જતો હતો. તે સમયે મુસ્લિમ લોકોની મજલસ ચાલુ હતી. મારી કારમાં ગરબા ચાલુ હતા અને હું મારા મિત્રને મૂકી પરત ફર્યો તે સમયે મુસ્લિમ લોકોનું ટોળું 100 જણા જેટલું ભેગું થઈ અને મારી કારને ઊભી રાખી. તેમણે કહ્યું કે મજલસ ચાલુ હતી ત્યારે કેમ ગરબા વગાડતા હતા? તેઓ મને કોલર પકડીને અપશબ્દ બોલ્યા અને મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ હું કાર મૂકી મારી બાઈક લઈ મારા મિત્ર કરણભાઈને ફરિયાદ લખવા માટે તેળવા જઈ ગયો. પાછા આવતા હતા ત્યારે ફરી મને ઊભો રાખીને કોલર પકડીને મારી નાખવાની ધમકી આપી અને કહ્યું કે તમે જો તુવા એરિયામાંથી નીકળો તો પણ તને મારી નાખશું."
ગોકાણીએ ઉમેર્યું, "હવે આ ભારત દેશ છે જે હિન્દુ રાષ્ટ્ર છે. તો હિન્દુઓ જ સુરક્ષિત નથી તો હવે શું થશે?"