(Source: Poll of Polls)
Jamnagar Students Rescue | કાલાવડમાં બ્રિજ ધોવાયો, સ્કૂલ બસ રોકાવી લોકોએ બાળકોને નદી કરાવી પાર
કાલાવડ તાલુકાના મૂળીલા ગામ સ્થાનિક પુલ ધોવાયો સ્કૂલ બસ અટવાય. ગામ લોકો દ્વારા બાળકોને પુલ પરથી બીજા છેડે લઇ જવામાં આવ્યા. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે વરસાદ. ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પુર આવ્યું. પુર આવતા મૂળીલા થી નપાણીયા ખીજડિયાનો પુલ ધોવાયો. મુળીલા ગામના સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી.
બસને નદીના પ્રવાહમાંથી પસાર ના થવા દેવાઈ.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની થઈ શરૂઆત.. પાલનપુર અને વડગામ કાણોદર જસલેની જગાના. ભાગળ સહિત ના ગામોમાં શરૂ થયો વરસાદ. રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો.. સવારથી અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો.. એક ઇંચ વરસાદ માટે ઠેર પાણી ભરાયા.. રાજકોટના યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા.. મહાનગરપાલિકા ની પ્રિમોન્સૂન ની વાતો પાણીમાં. .જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદ. કાલાવડ માં સવાર થી વરસાદ. તાલુકાના મૂળીલા, ખરેડી,જસાપર,બાલંભડી,ખીજડિયા સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વાઘોડિયામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. વરસાદે જોરદાર બેટિંગ કરતા રોડ રસ્તા થયા પાણી પાણી . મડોઘર મુખ્ય રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. પરિશ્રમ સોસાયટીમાં ઘૂંટણ સમા ભરાયા પાણી. અનેક લોકોના ઘરોમા પાણી ઘુસતા ફર્નીચરોને નુકશાન. માડોધર રોડ પર પાણી ભરાતા પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી . જોરદાર વરસાદ પડતા રોડ રસ્તા પર નદીની વહેણની માફક પાણી વહ્યા. વહેલી સવારે નીકળતા નોકરિયાત વર્ગને રોડપર પાણી ભરાતા પડી હાલાકી . વાઘોડિયા તાલુકામાં સાર્વત્રિક ઘોઘમાર વરસાદ. તાલુકાના પીપડીયા આમોદર ગોરજ આજવા નિમેટા જરોદ જેવા વિસ્તારોમાં વરસાદ. વરસાદિ કાંષોપર ગેરકાયદેસર દબાણો ને પાણીનો રસ્તો અવરોધાતા સ્થીતી સર્જાઈ.