(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024
સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. કારણ કે આરોપનામું દાખલ થઈ ગયું છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, એટલે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું ઔચિત્ય નથી. અરવિંદ કેજરીવાલે 10 લાખનો બેલ બોન્ડ ભરવો પડશે.