Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmit
Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmita
રાજકોટથી સમાચાર: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં! અવારનવાર વિવાદમાં રહેતું નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી ગયું છે. નવરાત્રીના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલી ગયા. ગરબાના બદલે સિંગર શકીરાના ગીતો વગાડવામાં આવ્યા. માત્ર શકીરા જ નહીં, ફેમસ સોંગ "જમાલ કુદુ" જેવા દારૂના ગીતો પણ રાસોત્સવમાં વગાડવામાં આવ્યા. બોલીવુડ અને હોલીવુડના ગીતો પર ખેલૈયાઓએ ઠુમકા પણ લગાવ્યા.
સવાલ એ છે કે શું નીલ સિટી ક્લબના આયોજકો ભૂલી ગયા છે કે આ નવરાત્રી છે કે પછી તેમને એવું જ લાગે છે કે આ 31મી ડિસેમ્બરની ઉજવણી થઈ રહી છે? નવરાત્રીમાં ગરબાના બદલે બોલીવુડ અને હોલીવુડના ગીતો ઉપર ડાન્સ કરવામાં આવ્યો. નવરાત્રીમાં જૂના, નવા, પારંપારિક કે પછી આજના જમાનાના ગરબા ભલેને વગાડવામાં આવે, નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. અલગ અલગ સ્ટાઈલના ગરબા થતા હોય છે. ઉજવણી નવરાત્રીની થવી જ જોઈએ, પણ નવરાત્રીની ઉજવણીના નામે 31મી ડિસેમ્બર જેવી ઉજવણી કરીને, હોલીવુડ અને બોલીવુડના ગીતો, જેમાં દારૂના ગીતોનો પણ સમાવેશ થાય છે, એવા ગીતો વગાડીને નવરાત્રીની ઉજવણી કરવી કેટલું યોગ્ય છે?