શોધખોળ કરો
Rajkot Janmashtami Mela 2024 | રાજકોટના લોકમેળામાં ફરી વળ્યું પાણી, આખો મેળો પાણીમાં 'ગરકાવ'
Rajkot Lok Mela: આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. આ ઉપરાંત, મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મેળામાં સ્ટોલ ધરાવતા એક વેપારીઓનું કહેવું છે કે, અમે આ મેળા માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ આ વરસાદે બધું બગાડી નાખ્યું છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે અમારો વેપાર ખૂબ જ પ્રભાવિત થયો છે. સામાન્ય રીતે આ સમયે મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ જોવા મળ્યા છે. રાજકોટમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન અચાનક આવેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
રાજકોટ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
આગળ જુઓ





















