Rajkot News | રાજકોટમાં ભર ઉનાળે સર્જાયા ચોમાસા જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Rajkot News | રાજકોટ શહેરમાં એક તરફ વારંવાર પાણી કાપ અને બીજી બાજુ લોકોને પાણીના ટાંકા મંગાવવા પડે છે ત્યારે બીજી બાજુ રાજકોટના સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ પાસે પાણીની પાઇપ લાઇન તૂટતાં ચોમાસા જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા.અધિકારીઓની બેદરકારી ના કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે.છેલ્લા એકાદ કલાક સુધી પાણીની પાઈપલાઈન માંથી પાણી લીકેજ થયું હતું.એકતરફ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે.ત્યારે બીજીતરફ લાખો લિટર પાણીનો બગાડ થયો છે. એક બાજુ વારંવાર પાણી કાપ તો બીજી બાજુ લાખો લીટર પાણી નો બગાડ થયો છે.સ્થાનીક લોકોએ પણ કહ્યું હતું કે એક બાજુ વેરો ભરવાનો બીજી બાજુ પાણી વેચાતું મંગાવવાનું અને આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે.





















