Rajkot Heavy Rain : રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રસ્તા નદીમાં ફેરવાયા
જળબંબાકારની સ્થિતિ: શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનો ફસાવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાક ધોવાઈ ગયો છે. આ પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વિઝિબિલિટી ઘટી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ફૂટપાથ પર વેપાર કરનારા લોકો પણ પરેશાન થયા છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે. જોકે, અડધા કલાકના વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ કાકાએ આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કુલ પાંચ જિલ્લાઓમાં પાક ધોવાયાના અહેવાલો છે.