Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ જેતપુર સેવા સદનમાં ફાયર સેફટીના નિયમોનો ભંગ
Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ જેતપુર સેવા સદનમાં ફાયર સેફટીના નિયમોનો ભંગ
Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ જેતપુર સેવા સદનમાં ફાયર સેફટીના નિયમોનો ભંગ, રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી ભીડભાડવાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનોની સ્થિતિ શુ છે તેની તપાસ હાથ ધરી છે. ત્યારે જેતપુર તાલુકા સેવા સદન ખાતે કે જ્યાં મામલતદાર સહિતની ૧૬ જેટલી જુદીજુદી કચેરીઓ આવેલ છે ત્યાં દરરોજ હજારો લોકો જુદાજુદા કામ માટે આવે છે. તે બિલ્ડીંગની જ્યારે abp અસ્મિતા રિયાલિટી ચેક કરતા ફાયર સેફટીની ખસ્તા હાલતની જોવા મળી છે. તાલુકા સેવા સદનમાં ફાયર સેફટીની ખસતા હાલત અંગે મામલતદાર એમ.એસ. ભેંસાણીયાને પૂછતાં તેણે ઓનકેમેરા જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો પણ ઓફ કેમેરામાં જણાવેલ કે ફાયર સેફટીના સાધનો વિશે અમારી કોઈ જવાબદારી નથી. આમ, જેઓની દુર્ઘટના ન બને તે માટે સલામતીના સાધનો તપાસવાની જે અધિકારીની જવાબદારી હોય તે અધિકારી જ જવાબદારીથી હાથ ખંખેરી નાખતા હોય ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ?