Surat Metro Bridge Collapse: સુરતનામાં મેટ્રો બ્રિજ બને તે પહેલા જ સ્પાન તૂટ્યો
સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રો બ્રિજના સ્પાન માં ક્રેક પડતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં ક્રેક પડતા તેને ઉતારવાની કામગીરી કરવામાં આવશે.પર્વત પાટિયા થી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો છે વાહન વ્યવહાર માટે કેનાલ રોડ રાખવામાં આવ્યો છે.મેટ્રો રેલ પ્રોજેક્ટ નો કોન્ટ્રાક્ટ દિલીપ બિલ્ડકોન પાસે છે.
સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ક્રેક પડી ગયા છે. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે.સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી.