Vapi Rain : આગાહી વચ્ચે વલસાડના વાપીમાં પડ્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ
Vapi Rain : આગાહી વચ્ચે વલસાડના વાપીમાં પડ્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ
Gujarat Weather: હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જેના કારણે આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લાઈ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વાપીના વાતાવરણમાં પલટો આવ્યો છે.
વાપીના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ
વાપી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જેના કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાપીના ચાર રસ્તા, નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સેલવાસ રોડ પર પણ હળવો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ અને માછીમારોને સૂચના
તો બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થતાં વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયા કાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, માછીમારોને હાલમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન
અરબી સાગરમાં એક ડિપ્રેશન સર્જાયું છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ ડિપ્રેશનની અસર હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. તેમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નવસારી-સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.ઉપરાંત ભરૂચ-વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા છે.
આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.





















