લોકોના રોકડ માટે વલખાં ત્યારે નવસારીમાં માયાભાઇ-ફરીદા મીરના ડાયરામાં નોટોનો વરસાદ, જુઓ વીડિયો
અમદાવાદઃ નોટબંધી બાદ લોકોને કેશ મેળવવા માટે કલાકો સુધી બેન્ક કે એટીએમની લાઇનમાં ઉભા રહેવું પડે છે ત્યારે નવસારીના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના સપ્તપદી સાંસ્કૃતિક હોલ અને શેક્ષણિક સંકુલના નિર્માણ માટે નવસારી ચારરસ્તા ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાયેલા ડાયરામાં લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થયો હતો.
મળતી વિગતો અનુસાર, ડાયરામાં જાણીતા કલાકાર ફરીદા મીર અને માયાભાઈ આહીર જેવા કલાકારો હતા. હાલમાં આ ડાયરાનો વીડિયો વાયરલ થયો છે જેમાં કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કરતા લોકો જોઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો અગાઉ નવસારીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. માયાભાઇ આહિર અને ફરીદા મીરના ડાયરામાં એક દાતા દ્વારા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.
તો બીજા દાતાઓ દ્વારા લાખોના દાનની વહાવણી કરી હતી.ત્યારે સવાલ એ થાય છે. કે ડાયરામાં ઉડાવવા માટેના પૈસા લોકો પાસે ક્યાંથી આવે છે. આ ડાયરામાં કુલ ૨ થી ૩ લાખ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા