શોધખોળ કરો

Farmer’s Success Story: અમરેલીના આ ખેડૂતે નેટ હાઉસની રક્ષિત ખેતીથી કરી કાકડીની ખેતી, લાખોમાં કરશે કમાણી

Gujarat Agriculture News: રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂતે જુદું કરી બતાવ્યું છે.

Cucumber Farming:  ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ અને ખેડૂતો આધુનિક ખેતી અપનાવે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. ખૂડૂતો પારંપારિક ખેતીથી આગળ વધી  આધુનિક અને રક્ષિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પાણીના ઉપયોગ થકી વધુ ઉત્પાદન અને વધારે આવક મેળવી શકે છે.        બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના  પ્રગતિશીલ ખેડૂતે જુદું કરી બતાવ્યું છે.

પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ મધુભાઈ નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી દ્વારા કાકડીનું વાવેતર કરીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. રજનીભાઈએ હાલમાં એક એકર જમીનમાં નેટ હાઉસ પદ્ધતિ દ્વારા કાકડીનું વાવેતર કર્યુ છે. આ વાવેતરમાં તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ પ્રથમ વર્ષે જ આશરે 30-40 ટન ઉત્પાદન મળવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે.

નેટ હાઉસ બાદ ગ્રીન હાઉસની ખેતીનો સફળ પ્રયોગ

 નેટ હાઉસ ખેતી વિશે માહિતી આપતા ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આશરે 10 વર્ષ પહેલાં ગ્રીન હાઉસ શરુ કર્યા હતા. મારા મિત્રએ ઈઝરાયેલમાં આ ગ્રીન હાઉસ નિહાળ્યા બાદ આ પદ્ધતિથી ખેતી કરવા માટે મને સૂચન કર્યુ હતુ. ત્યારબાદ અમે પુણે, બેંગ્લુરુ સહિતના વિસ્તારોમાં કાર્યરત ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી અને તેના વિશે માહિતી અને માર્ગદર્શન  મેળવ્યા હતા. તે પછી અમે અમારા ખેતરમાં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ કર્યો હતો. અમે ગ્રીન હાઉસની ખેતીમાં તાઉતે વાવાઝોડા સુધી કાકડીના ઉત્પાદનમાં ઘણી સફળતા મેળવી હતી. ત્યારબાદ નેટ હાઉસનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 65 ટકા જેટલી સહાય અમે મેળવી છે. ખેતી માટે થતાં ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. એક એકરમાં  4,૦૦૦ ચો.ફૂટના બે નેટ હાઉસ અહીં તૈયાર કર્યા છે. આ નેટ હાઉસમાં કાકડીના કુલ 18૮,૦૦૦ વેલા વાવ્યા છે. નેટ હાઉસના આ પ્રોજેક્ટ પાછળ થયેલા કુલ ખર્ચ વિશે રજનીભાઈએ ઉમેર્યુ કે, એક એકરના બે નેટહાઉસ તૈયાર કરવા આશરે રુ.21 લાખ જેટલો ખર્ચ થયો હતો. આ પૈકી કેન્દ્ર સરકારની 50 ટકા અને રાજ્ય સરકારની 15 ટકા એમ કુલ મળીને 65 ટકા એટલે કે રુ.16 લાખ રૂપિયાની સબસિડી આ ખેતી માટે મેળવી છે.

Farmer’s Success Story: અમરેલીના આ ખેડૂતે નેટ હાઉસની રક્ષિત ખેતીથી કરી કાકડીની ખેતી, લાખોમાં કરશે કમાણી

નેટ હાઉસની શું છે ખાસિયત

નેટ હાઉસ દ્વારા કાકડીના ઉત્પાદનમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઘણી ઓછી રહે છે. ખેડૂત રજનીભાઈ ઉમેરે છે કે, આ પદ્ધતિથી જો કોઈ ખેડૂત કાકડી વાવે તો તેને પારંપારિક પદ્ધતિ કરતાં ઘણા ઓછા પાણીની જરુર રહે છે. ફક્ત 20 ટકા પાણીમાં જ વધુ સારી રીતે આ ઉત્પાદન મેળવી શકાય છે. યોગ્ય માવજત રાખવાથી નેટ હાઉસના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય અને ફૂગ સહિતના અન્ય પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં ડામી શકાય છે.

Farmer’s Success Story: અમરેલીના આ ખેડૂતે નેટ હાઉસની રક્ષિત ખેતીથી કરી કાકડીની ખેતી, લાખોમાં કરશે કમાણી

કેટલી થશે અંદાજિત આવક

કાકડીની ખેતી પારંપારિક ખેતી સામે પડકારજનક વિકલ્પ હોઈ શકે કે નહીં? આ સવાલના જવાબમાં પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આધુનિક ઢબની આ ખેતીની સરખામણીએ પારંપારિક ખેતીની જણસોના ઉત્પાદન અને આવકમાં ઘણું અંતર જોવા મળી શકે છે. દા.ત. આ વર્ષે જો અમે 40 ટન જેટલું ઉત્પાદન મેળવીએ તો રુ.18 લાખની અંદાજિત આવક થઈ શકે છે. જે અન્ય પાકમાં આટલી જમીનમાં ક્યારેય શક્ય નથી. કાકડીની ખેતીમાં થતી આવકમાં 50 ટકા રકમ ખર્ચની હોય છે એવું તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ.

Farmer’s Success Story: અમરેલીના આ ખેડૂતે નેટ હાઉસની રક્ષિત ખેતીથી કરી કાકડીની ખેતી, લાખોમાં કરશે કમાણી

રાજ્ય સરકારની સહાયનો લાભ લેવા ક્યાં કરશો અરજી

 કોઈપણ ખેડૂત અરજદાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો  'આઈ ખેડૂત' પોર્ટલ પરથી અરજી કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા બાગાયત  કચેરી,અમરેલીનો સંપર્ક કરી શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget