ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 21મી ઓક્ટોબરે પણ આવા મેસેજ ચાલુ જ રહ્યા હતા. આખરે વેપારીએ પરેશાન થઈને વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે વેપારી પાસેથી મેસેજ કરનાર વ્યક્તિનું નંબર મેળવીને તેને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
2/6
વેપારીના જણાવ્યા પ્રમાણે, 20મી ઓક્ટોબરના રોજ પણ રાત્રે આવા મેસેજ આવ્યા હતા. જેમાં યુવતીએ લખ્યું હતું કે, તમે મને મિસ કરો છો. તમારા લગ્ન નથી થયા. હું અપરિણીત યુવતી છું. હું છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. તમને જોઈને મને કંઈક થાય છે.
3/6
વેપારી ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, 19મી ઓક્ટોરબના રોજ રાત્રે તેમને વોટ્સએપ પર મેસેજ મળ્યાં હતાં. આ મેસેજમાં યુવતીએ લખ્યું હતું કે, હાય, કેસે હો આપ, મેરા નામ પ્રિત ફોર્મ લુધીયાણા હૈ, આપકા નામ અચ્છા નહીં હૈ, ક્યા આપકી જીએફ હૈ, ક્યા સિંગલ ઓર મેરિડ કે સાથ ફ્રેન્ડશીપ કરની હૈ.
વસ્ત્રાપુર સેટેલાઇટ સેન્ટરમાં રહેતા એક વેપારીએ તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસની મદદ માંગી હતી. વેપારીએ કહ્યું હતું કે, તેને છેલ્લા ત્રણ દિવસથી એક યુવતી મેસેજ કરી રહી હતી. જેમાં તે તેની સાથે મિત્રતા કરવાનું કહી રહી છે. સતત ત્રણ દિવસથી રાત્રે આવા મેસેજ આવતા વેપારી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
6/6
અમદાવાદઃ અમદાવાદમાં એક ઉલટી ગંગા જેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. કોઈ છોકરો કોઈ છોકરીને મિત્રતાના મેસેજ કરીને પરેશાન કરતો હોય તેવો કિસ્સો તો ઘણીવાર સામે આવ્યા છે. પરંતુ અહીં તો એક યુવતી એક વેપારી યુવકને દોસ્તી કરવાના મેસેજ કરીને પરેશાન કરી રહી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસ હાલ વેપારીને મોડી રાત સુધી આવા મેસેજ કરનાર યુવતીને શોધી રહી છે.