આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા 28 ડેપ્યુટી કલેક્ટરને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેના કારણે અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે પ્રાંત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
6/8
ગુજરાત સરકાર દ્વારા 6 એડિશનલ કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં આર.એમ.પંડ્યા, બી.બી.વહોન્યા, એસ.પી.મુનિયા, ડી.ડી.જાડેજા. જે.એમ.ભટ્ટ અને એ.બી.પાંડોરની બદલી કરવામાં આવી છે.
7/8
ગુજરાત સરકારે મોટા જિલ્લાના એડિશનલ કલક્ટરોની બદલીના હુકમો કર્યા છે. જ્યારે પ્રાંત ઓફિસરોની પણ બદલી કરી છે. તકેદારી આયોગના નાયબ સચિવ ડી.એચ.શાહની બદલી ગૃહ રાજ્યમંત્રીના અંગત સચિવ તરીકે કરવામાં આવ્યા છે.
8/8
અમદાવાદ: સોમવારે મોડી સાંજે ગુજરાત સરકારે ડેપ્યુટી કલેક્ટર, એડિશનલ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. જેમાં 28 ડેપ્યુટી કલેક્ટર, 6 એડિશનલ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટરને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારીઓની બદલી થતાં મહેસૂલ તંત્રના અન્ય અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.