આમ, લગ્નેત્તર સંબંધ બંધાતાં પરેશે પ્રિયા સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું અને તે પરિવાર અને તારાથી કંટાળી ગયો છું, તેમ કહેતો હતો. એટલું જ નહીં, પરેશની પ્રેમિકા પણ પ્રિયાને ફોન કરીને ધમકાવતી હતી અને તું તારા પતિને છોડી દે નહીતર તારી દીકરી તને ઘરે નહીં મળે, તેમ કહેતી હતી.
2/6
સરદારનગર પોલીસે પણ પરેશને સમજાવ્યો હતો અને પ્રેમિકાને છોડી દેવા જણાવ્યું હતું. જોકે, પરેશ પ્રેમિકાને છોડવા તૈયાર નહોતો. પ્રિયાની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ પરેશ અને સેટેલાઇટમાં રહેતી તેની પ્રેમિકા સામે આઇપીસીની કલમ 498 સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
3/6
વાત એવી છે કે, પ્રિયા જ્યારે ગર્ભવતી થઈ આ પછી પરેશ તેને તેના પિયર મૂકી આવ્યો હતો. જોકે, આ પછી પરેશે તેની સાથે ફોન પર પણ વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મસાજ પાર્લરમાં કામ કરતી યુવતી સાથે સંબંધો વિકસાવ્યા હતા.
4/6
અમદાવાદઃ શહેરના સરદારનગરમાં રહેતી 30 વર્ષીય પરણીત યુવતીએ પતિને મસાજ પાર્લરમાં કામ કરતી યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતી તેના સસરા સાથે મહિલા પોલીસ સ્ટેશન(ઇસ્ટ) ખાતે પહોંચી હતી અને સસરાની હાજરીમાં જ તેના પતિ સામે વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી.
5/6
10 ઓક્ટોબર 2016માં પતિ પ્રિયા સાથે ઝઘડો કર્યા પછી ઘરેથી જતો રહ્યો હતો. બીજી તરફ પતિની પ્રેમિકા પણ પ્રિયાને ધમકાવતી રહેતી હતી. આમ, બન્નેના વારંવાર ત્રાસથી કંટાળીને પ્રિયાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં અનેક વાર અરજી કરી પણ પતિ સુધરવાનું નામ ન લેતા તેણે મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી.
6/6
આ અંગેની વિગતો એવી છે કે, સરદારનગરમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ના ચાર વર્ષ પહેલા પરેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. પરેશને પ્રિયા પહેલા લગ્નથી થયેલી 10 વર્ષની દીકરી પણ છે. પ્રિયા અને પરેશને લગ્નજીવન દરમિયાન એક દીકરી થઈ છે.