શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર, રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે માતાજીના દર્શન

એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે.

Navratri 2023: આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ગ્રહણ બાદ તરત જ શારદીય નવરાત્રિ શરૂ થશે. શનિવારે, 14 ઓક્ટોબર, 2023 ના રોજ, સૂર્યગ્રહણ રાત્રે 8:34 વાગ્યે થશે, જે લગભગ 6 કલાક ચાલશે અને બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહણના સમયે સુતક કાળ શરૂ થાય છે.

શારદીય નવરાત્રિની તારીખ સૂર્યગ્રહણના સમયે નક્કી કરવામાં આવશે. નવરાત્રિ તિથિ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ રાત્રે 11:24 કલાકે હશે, તે સમયે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે. પરંતુ સૂર્યગ્રહણની અસર નવરાત્રિની પૂજા પર પડતી નથી. નવરાત્રિમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય. કારણ કે ઘટસ્થાપનનો સમય સવારનો હશે. ઘટસ્થાપન સમયે સંપૂર્ણ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.

Navratri 2023: નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર, રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે માતાજીના દર્શન

ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

  • તમે 15 ઓક્ટોબર, 2023 ને રવિવારના રોજ સવારે 11:40 થી બપોરે 12:42 સુધી ઘટસ્થાપન કરી શકો છો.
  • ગ્રહણ પછી ઘટસ્થાપન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
  • સૂર્યગ્રહણ દરમિયાન સુતકનો સમયગાળો શરૂ થાય છે. એટલા માટે આપણે ગ્રહણ પછી પૂજાની તમામ વસ્તુઓને શુદ્ધ કરવી પડશે.
  • સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
  • ત્યારબાદ સ્નાન કર્યા પછી તુલસીના છોડ પર ગંગાજળનો છંટકાવ કરો.
  • આ પછી, દાન કરો, જો તમે બહાર જઈ શકતા નથી, તો દાનમાં આપેલી વસ્તુઓને ઘરમાં અલગથી મૂકી દો.
  • આ પછી શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું.

નવરાત્રિના પૂજાના નિયમો

  • જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખો છો, તો ધ્યાનમાં રાખો કે, વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો તમે વિધિ પ્રમાણે પૂજા પણ કરી શકો છો. જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપતું હોય તો માત્ર નવ દિવસ જપ માળા અને પૂજનથી પણ માના આશિષ મેળવી શકાય છે.
  • નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તુલસી કે દુર્વા ન ચઢાવવા જોઇએ.
  • નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી રોલી અથવા કુમકુમથી  પૂજા સ્થાનના બંને દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવું શુભ મનાય છે.
  • નવરાત્રિના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો. પાઠની સાથે સાથે કવચ અને કિલક અર્ગલાનો પણ પાઠ કરવો જોઈએ. જો તમે દરરોજ પ્રકરણ 1 થી 13 અધ્યાનના પાઠ નથી કરી શકતા તો , તો દરરોજ એક ચરિત્રનો પાઠ કરો. સપ્શતીને  3 ચરિત્રમાં  વહેંચવામાં આવે છે: પ્રથમ, મધ્યમા અને ઉત્તમ.
  • નવરાત્રિ દરમિયાન નવ કન્યાઓને ભોજન અચૂક કરાવો. નવરાત્રિ દરમિયાન  નવ કન્યાઓને નવદુર્ગા માનીને તેમની પૂજા કરો અને તેમને ભોજન કરાવો તેમજ તેમને શૃંગારની વસ્તુઓ ભેટ આપીને સન્માનભેર વિદાય આપો.
  • નવરાત્રિ દરમિયાન દરરોજ દેવી દુર્ગાને ફળ ચઢાવો. આ ફળ અર્પણ કર્યા પછી, તેને બાળકીઓમાં  વહેંચો દો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget