શોધખોળ કરો

Chaitr Navaratri 2025: ચૈત્ર નવરાત્રિનું આજે બીજું નોરતું, માતા બ્રહ્મચારીણીની પૂજાની વિધિ અને કથા

Chaitr Navaratri 2025: નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી.

Chaitr Navaratri 2025: ચૈત્ર  નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું સ્વરૂપ ખૂબ જ આહલાદક અને ભવ્ય છે. ‘બ્રહ્મ’નો અર્થ થાય છે તપ. એટલે કે આ તપ કરનારી દેવી છે. નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી. તેમના તપોમચ આચરણના ફળસ્વરૂપ તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું હતું.

માતાના એક હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ દરેકને અનેક ફળ આપનાર છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થાય છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિષ્ઠાનમાં રહે છે.

મા બ્રહ્મચારિણીનો મંત્ર

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

મા બ્રહ્મચારિણીની કથા

નોંધનીય છે કે જ્યારે સતીનો ફરીથી જન્મ થયો ત્યારે તેઓ હિમાલયના રાજાની પુત્રી તરીકે જન્મ્યા હતા. નારદજીની સલાહ પર તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી જ તેઓને 'તપશ્ચારિણી' અથવા 'બ્રહ્મચારિણી' કહેવામાં આવે છે. હજારો વર્ષ સુધી કંદમૂળ ખાઇને વિતાવ્યા. તેઓ ગરમી, વરસાદ અને ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા. કેટલાક દિવસો તો તેઓ સૂખા બિલિપત્ર ખાઈને રહ્યા. ત્યારબાદ તેમણે પાન પણ ખાવાનું છોડી દીધું અને તેઓ 'અપર્ણા'ના રૂપમાં ઓળખાયા. ભગવાન શિવે અનેક વખત તેમની પરીક્ષા લીધી તેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા હતા. આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માના આશીર્વાદ મળ્યા.

ભગવાન બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેમના ભગવાન શિવ સાથે લગ્ન જરૂર થશે અને સાથે જ સલાહ આપી હતી કે તેમના પિતા થોડીવારમાં અહીં પહોંચશે જેથી તેઓએ તેમના પિતા સાથે હિમાલયમાં પાછા ફરવું જોઈએ અને ભગવાન શિવજીની રાહ જોવી જોઈએ.

આજે સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે બે કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget