નાણામંત્રીએ કહ્યું કે, હવે જે લોકોની કુલ આવક 6.5 લાખ રૂપિયા સુધી છે તેને પણ કોઈ પ્રકારનો ટેક્સ ચૂકવાવની જરૂર નહીં પડે જો તે 80સી અંતર્ગત બચત કરે તો. સાથે જ પહેલાની જેમ જ બે લાખ રૂપિયા સુધીની હોમ લોન, એજ્યુકેશન લોન પર વ્યાજ, રાષ્ટ્રીય પેંશન યોજના (એનપીએસ)માં રોકાણ, મેડિકલ ઇન્શ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકોની સારવાર પર થનારો ખર્ચ વગેરે જેવી વધારાની કપાટની સાથે વધારાની આવક ધરાવનારે પણ કોઈ ટેક્સ આપવો નહીં પડે. તેના કારણે મધ્યમ વર્ગના અંદાજે 3 કરોડ ટેક્સપેયરને કરમાં 18,500 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
2/3
નવી દિલ્હીઃ ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખતા જેવી આશા હતી એવું જ થયું. મોદી સરકારે વચગાળાના બજેટમાં પગારદાર વર્ગ, પેંશનર્સ, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કાર્યકારી નાણામંત્રી ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયરને હવે ટેક્સમાં પૂરી છૂટ મળશે અને તેને કોઈ ટેક્સ આપવો નહીં પડે. જોકે, જેની ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયાથી વધારે છે તો તે આ મર્યાદામાં નહીં આવ કારણ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3/3
તેની સાથે જ છેલ્લા બજેટમાં લગાવવામાં આવેલ સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર 10 હજારની જગ્યાએ 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર હવે ટીડીએસ કપાશે નહીં. જોકે ટેક્સ છૂટ તો 10 હજારની જ રહેશે. રેન્ટલ ઇનકમ પર ટીડીએસની મર્યાદા 1.8 લાખથી વધારીને 2.4 લાખ રૂપિયા થઈ ગઈ છે.