2013-14માં બેરોજગારી દર 4.9 ટકા, 2012-13માં 4.7 ટકા, 2011-12માં 3.8 ટકા અને 2009-10માં 9.3ટકા રહ્યો. 2014-15 માટે આ પ્રકારનો અહેવાલ જારી કરવામાં આવ્યો ન હતો. અહેવાલ અનુસાર ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી દર 5.1 ટકા, જ્યારે શહેરી વિસ્તારમાં 4.9 ટકા હતો. પુરુષોની તુલનામાં મહિલાઓમાં બેરોજગારી દર સૌથી ઉંચો છે. મહિલાઓમાં બેરોજગારી દર 8.7 ટકા આંકવામાં આવ્યો છે, જ્યારે પુરુષોમાં 4.3 ટકા હતો. શહેરી વિસ્તારમાં મહિલાઓમાં બેરોજગારીનો દર 12.1ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે પુરુષોમાં 3.3 ટકા અને કિન્નરોમાં આ આંકડો 10.3 ટકા છે. સર્વે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ 2015થી ડિસેમ્બર 2015 દરમિયાન કરવામાં આવ્યો છે. તેમાં કુલ 156563 પરિવારને સામેલ કરવામાં આવ્યા. તેમાં 88783 ગ્રામીણ ક્ષેત્રોમાં જ્યારે 67780 શહેરી વિસ્તારના છે. સર્વેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રિપુરા (19.7 ટકા) સૌથી ઉપર છે. ત્યાર બાદ ક્રમશઃ સિક્કિમ (18.1 ટકા), લક્ષદ્વીપ (16.1 ટકા), અંડમાન નિકોબાર દ્વીપ (12.7 ટકા), કેરલ (12.5 ટકા) અને હિમાચલ પ્રદેશ (10.6) સ્થાન છે.
2/3
અખિલ ભારતીય સ્તર પર પાંચમાં વાર્ષિક રોજગાર-બેરજોગારી સર્વે અનુસાર અંદાજે 77 ટકા પરિવારની પાસે કોઈ નિયમિત આવક અથવા પગારદાર વ્યક્તિ નથી. સર્વે અનુસાર યૂપીએસ (યુઝ્યઅલ પ્રિન્સિપલ સ્ટેટસ) પ્રમાણે અખિલ ભારતીય સ્તર પર બેરોજગારી દર પાંચ ટકા અંદાજિત છે. યૂપીએસ પ્રમાણે બેરોજારી દરનું આકલન માટે સંદર્ભ ગાળો 365 દિવસનો ઉપયોગ કરવામાં આવે છે.
3/3
કેન્દ્ર સરકારની રોજગારી ઉભી કરવા પર ભાર મુકવા છતાં દેશમાં બેરોજગારોની સંખ્યા વધી છે. શ્રમ બ્યૂરોના અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારી 2015-16માં પાંચ ટકા પર પહોંચી ગઈ છે. જે પાંચ વર્ષની ઉચ્ચ સપાટી છે. મહિલાઓના મામલે બેરોજગારીનો દર 8.7 ટકા સાથે ઉચ્ચ સપાટી પર છે, જ્યારે પુરુષોના સંદર્ભમાં આ આંકડો 4.3 ટકા છે. આ આંકડો કેન્દ્રની ભાજપ શાસિત સરકાર માટે ખતરની ઘંટી સમાન હોઈ શકે છે. જેણે દેશમાં વ્યાપક વૃદ્ધિ માટે રોજગારી ઉભી કરવા માટે મેક ઇન ઇન્ડિયા જેવા ઘણાં પગલા લીધા છે.