શોધખોળ કરો

Veraval: ઇણાજ ગામે વૃદ્ધાની માથામાં હથોડીના ઘા મારીને ક્રૂર રીતે કરાઈ હત્યા, શું છે કારણ?

70 વર્ષીય વૃદ્ધાની ક્રૂર હત્યા કરાઈ છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલ સોનાના વેઢલાની લૂંટ ચલાવવામાં આવી છે. હત્યારાઓ લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે. ગત રાત્રીના ઘટના  બની હતી.

ગીર સોમનાથઃ વેરાવળ ના ઇણાજ ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધાની ક્રૂર હત્યા કરાઈ છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલ સોનાના વેઢલાની લૂંટ ચલાવવામાં આવી છે. હત્યારાઓ લૂંટ ચલાવી નાસી છૂટ્યા છે. ગત રાત્રીના ઘટના  બની હતી. લૂંટ ચલાવી ઘરમાં જ રહેલી હથોડીના માથાના ભાગે ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી.

મૂળ લાટી ગામના કડવીબેન પરબતભાઈ બારડ (ઉ.વ. 70)ની નિર્મમ હત્યા કરવામાં આવી છે. છેલ્લા દસેક વર્ષથી ઇણાજ ગામે એકલા રહેતા હતા. મૃતક વૃદ્ધા એકલવાયું જીવન ગાળતા હતા. વૃદ્ધાને સાત દીકરી છે. એક દીકરો જે લોઢવા ઘરજમાઈ તરીકે રહે છે. ગઈ કાલે બપોર પછી ઘરમાં હતા. એલ.સી.બી. સહિત પ્રભાસ પાટણ પોલીસ બનાવ સ્થળે પહોંચી છે. મૃતક વૃદ્ધા ના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયો છે. ઘટના ના પગલે ચકચાર મચી ગઈ છે. હત્યારાઓને શોધવા પોલીસની કવાયત.

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોના ગામે યુવકની જાહેરમાં જ પંચ સામે હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક તેની પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતો હતો. જોકે, બંને વચ્ચે તકરાર થતાં આ મુદ્દો સમાજના પંચમાં પહોંચ્યો હતો. આ સમયે યુવતીના પરિવારે યુવકને ઢોર માર માર્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, લગ્ન પહેલા લીવ ઇન રિલેશનમાં રહેતા યુવક યુવતી વચ્ચે કંકાસ થતાં સમાધાન માટે બેસેલા સમાજના પંચમાં જ બબાલ થઈ હતી. યુવતીના પરિવારજનોએ યુવકને પંચની સામે જ ઢોર માર માર્યો હતો. આ પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકનું સારવાર દરમિયાન મોત  નીપજ્યું છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીના 7 પરિવારજનોની પોલીસે ધરપકડ કરી છે. 

પત્ની પર દુષ્કર્મના કેસમાં પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઇ મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે શું માંગ્યો ખુલાસો?

અમદાવાદઃ વૈવાહિક બળાત્કારના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજીને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી છે. મેરિટલ રેપમાં પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઈને પડકારતી અરજીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી ખુલાસો માંગ્યો છે. મહિલા પર બળાત્કાર બદલ સજાની જોગવાઈ, તો પત્ની પર રેપ બદલ પતિને સજાના દાયરાથી શા માટે બહાર રાખ્યો? અરજદારે રજુઆત કરી હતી. 

મેરિટલ રેપમાં પતિને સજાના દાયરાથી બહાર રાખવો એ નારીના સન્માન, ગૌરવ અને બંધારણીય અધિકારો પર તરાપ હોવાની અરજદારે રજૂઆત કરી હતી. 15 વર્ષથી મોટી ઉંમરની પત્ની પર બળાત્કારના કિસ્સાઓમાં પતિને સજાથી બાકાત રાખવો જોઈએ નહીં, તેમ અરજદારે રજૂઆત કરી હતી. 

ગર્ભવતી, શારીરિક કે માનસિક અસ્વસ્થ કે અન્ય રીતે કમજોર પત્ની પર કરેલા બળાત્કાર બદલ પતિને સજામાંથી બાકાત રાખી શકાય નહીં એવી રજુઆત કરવામાં આવી હતી. જો પતિ પત્નીની સાથે મારઝૂડ કરે તો સજા થાય પણ બળાત્કાર કરે તો સજા કેમ નહીં? એવો મુદ્દો ઉઠાવાયો હતો. 

સ્ત્રી અને પત્ની વચ્ચે કૃત્રિમ ભેદ ઉભો કરીને પુરુષને તેના જઘન્ય અપરાધ બદલ સજામાંથી બાકાત રાખવો એ કાયદાનો હેતુ હોઈ શકે નહીં, તેવી રજૂઆત અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget