(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ‘નિકાહ નહીં કરેગી તો માર દૂંગા’ યુવક સામે ચુવતીએ નોંઘાવી ફરિયાદ, કહી આપવિતી
સુરતના લાલગેટ વિસ્તારમાં યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંઘાવતાં આપવિતી જણાવી હતી. શું છે સમગ્ર મામલો જાણીએ...
Crime News: સુરતના લાલગેટ વિસ્તારમાં યુવતીએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંઘાવતાં આપવિતી જણાવી હતી. શું છે સમગ્ર મામલો જાણીએ...
સુરતમાં લાલગેટ વિસ્તારમાં વિઘર્મી દ્રારા યુવતીની છેડતી થયાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતી યુવતીને વિધર્મી યુવક છેડછાડ કરતો હોવની અને નિકાહ કરવા માટે જબરદસ્તી કરીને દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ લાલગેટ પોલીસ સ્ટેશન પર આ મુદ્દે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુસુફખાનની ધરપકડ કરી હતી.
Surat: સુરતમાં હાર્ટ અટેકથી વધુ એકનું મોત, 45 વર્ષીય યુવકને ઉંઘમાં આવ્યો હાર્ટ અટેક
સુરતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં રહેતા 45 વર્ષીય નિમ્બાને ઉંઘમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે અનેક લોકોના મોત થયા છે.
સુરતના ભટાર વિસ્તારમાં 45 વર્ષીય નિમ્બા રાજપૂતને ઊંઘમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. દરમિયાન સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નિમ્બા રાજપૂતને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી નહોતી. અચાનક હાર્ટ અટેકથી તેમનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ખટોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોત પાછળનું સાચુ કારણ બહાર આવશે.
Surat: તાપી નદીમાં યુવક અને બાળકી ડૂબ્યા, વરાછાના 5 લોકો ગયા હતા ન્હાવા
સુરત: શહેરના કામરેજ વિસ્તારમાં તાપી નદીમાં એક યુવક અને એક બાળકી ડૂબવાની ઘટના સામે આવી છે. કુલ 5 લોકો પાણીમાં ન્હાવા પડયા હતા.ત્રણ લોકો બહાર આવી ગયા જ્યારે 2 પાણીમાં ડૂબી ગયા. એક 21 વર્ષીય સિદ્ધાર્થ નામનો યુવક જ્યારે એક 8 વર્ષીય બાળકી માહી હરેશ વાનાણી પાણીમાં ડૂબી ગયા હતા. કામરેજ ઇઆરસી ઘટના સ્થળે પહોંચ્યું છે. બંને લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ લોકો વરાછા તિરૂપતિ સોસાયટીના હોવાનું સામે આવ્યું છે.
એડમિશન ચાલું હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી
મહેસાણા: તળેટી ગામે બિલ્ડર દ્વારા રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે. સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છ
શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ
મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.
અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી