Rajkot: રાજકોટમાં યુવતીને મેસેજ કરી યુવકે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થઈ હતી સગાઈ
CRIME NEWS: રાજકોટના શાપર વેરાવળમાં યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. ફાયનાન્સ ઓફિસમાં કામ કરતા યુવકે મોતને વહાલું કરી લીધુ છે. યુવતીને ઓડિયો મેસેજ કર્યા બાદ યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
![Rajkot: રાજકોટમાં યુવતીને મેસેજ કરી યુવકે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થઈ હતી સગાઈ A young man committed suicide by sending an audio message to a girl in Rajkot Rajkot: રાજકોટમાં યુવતીને મેસેજ કરી યુવકે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થઈ હતી સગાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/3a0c90f91cbf5abcb1d6c3346d7ef8a71658566026_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CRIME NEWS: રાજકોટના શાપર વેરાવળમાં યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. ફાયનાન્સ ઓફિસમાં કામ કરતા યુવકે મોતને વહાલું કરી લીધુ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવતીને ઓડિયો મેસેજ કર્યા બાદ યુવક ચિરાગ અશોક સિંધવે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. બે મહિના પૂર્વે જ યુવકની સગાઇ થઈ હતી. તો બીજી તરફ જેને મેસેજ કર્યો તે યુવતી કોણ? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
હાલોલ -પાવાગઢ બાયપાસ પર અકસ્માત
પંચમહાલ: હાલોલ -પાવાગઢ બાયપાસ પર ઈકો કારનો અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતની ઘટનામાં 5 વર્ષના બાળક સહીત ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલ પરિવાર જ્યાકે હાલોલ -પાવાગઢ બાયપાસ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ઇકો કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. 5 વર્ષના બાળક અને મહિલા સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા હાલોલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. શંકા ઉપજાવે તેવી અક્સ્માતની ઘટના મામલે હાલ તો હાલોલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
બનાસકાંઠાની આ નદીમાંથી કાકા-ભત્રીજાની લાશ મળી આવતા ચકચાર
બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયાની બે દિવસ શોધખોળ બાદ લાશ મળી આવી છે. પાણીમાં લાંબો સમય રહેવાથી લાશ ફૂલી ગઈ હતી. હાલમાં બન્ને મૃતદેહોને પીએમ અર્થે શિહોરી ખાતે મોકવામાં આવ્યા છે.
ગઈ કાલે બે યુવકો નદીમાં ડૂબ્યા હતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)