પોલીસે આગળના દિવસે જ રાકેશની હત્યા તથા ગુનાહિત ષડયંત્રના આરોપમાં બન્નેની ધપરકડ કરી લીધી. કોર્ટેમાં વકીલે 27 સાક્ષીઓના નિવેદન નોંધ્યા, જેમાં રાકેશનો પાંચ વર્ષનો છોકરો પણ હતો. તેને પણ પોતાની સાક્ષીમાં પવનના ઘર આવવા અને તેના પિતાની હત્યા કરવાનુ નિવેદન આપ્યું હતું. કોર્ટે પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો પર કૃષ્ણા સૈની તથા ભત્રીજા પવનને ઉંમરકેદ તથા દંડની સજા ફટકારી હતી.
2/5
ઘટના અનુસાર, મૃતક રાકેશ સૈનીના ભાઇ લક્ષ્મીનારાયણ સૈનીએ બજાજ નગર પોલીસ સ્ટેશનમાં 10 ઓગસ્ટ 2015ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેના નાનો ભાઇ રાકેશ એક જ મકાનમાં રહે છે. રાકેશની પત્નીએ જણાવ્યુ કે રાત્રે કોઇ રાકેશનું ગળુ દબાવીને હત્યા કરી ગયુ છે.
3/5
4/5
જયપુરઃ મહાનગરની પ્રિન્ટીંગ તથા સ્ટેશનરી ગોટાળા મામલાની સ્પેશ્યલ કોર્ટે અનૈતિક સંબંધના કારણે ભત્રીજાની સાથે મળીને પતિની ગળુ દબાવીને હત્યા કરનારા પત્ની અને ભત્રીજાને ઉંમરકેદ અને વીસ-વીસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. ઘટના બજાજ નગર પોલીસ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાની છે.
5/5
પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી અને પરિવારજનોને પુછપરછ કરી, તપાસમાં જાણવા મળ્યું કે કૃષ્ણાને તેમના ભત્રીજા પવન સાથે અનૈતિક સંબંધ હતા અને રાકેશને તેની જાણ થઇ ગઇ હતી. આ કારણે જ કૃષ્ણાએ રાકેશની હત્યા કરવા માટે રાત્રે પવનના ઘરે બોલાવ્યો. પવને કટરથી રાકેશનું ગળુ કાપી નાંખ્યું અને કૃષ્ણાએ પણ તેના ઉપર હથિયારથી વાર કર્યો હતો.