Army Jobs: ઇન્ડિયન આર્મીમાં નોકરીની તક, આ પદો માટે આવી ભરતી, જાણો કોણ કરી શકશે અરજી.....
ઇચ્છુક ઉમેદવારો અધિકારિક વેબસાઇટ http://www.joinindianarmy.nic.in પર જઇને અરજી કરી શકે છે. આ માટે નૉટિફિકેશન 15 જુલાઇ 2022એ જાહેર કરવામાં આવશે.
Army Dental Corps Recruitment 2022: જો તમારા દેશ સેવા કરવાનો જોશ છે, તો આ ખબર તમારા માટે ખુબ કામની છે, ઇન્ડિયન આર્મી (Indian Arm) દ્વારા સેનામાં પુરુષ અને મહિલા ડેન્ટલના પદો માટે ઉમેદવારોને શૉર્ટ સર્વિસ કમિશન અંતર્ગત ભરતી કરવામાં આવશે. જે માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET- MDS 2022)માં સામેલ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરવા પાત્ર છે. આ ભરતી દ્વારા 30 પદોને ભરવામં આવશે. ઇચ્છુક ઉમેદવારો અધિકારિક વેબસાઇટ http://www.joinindianarmy.nic.in પર જઇને અરજી કરી શકે છે. આ માટે નૉટિફિકેશન 15 જુલાઇ 2022એ જાહેર કરવામાં આવશે.
ભરતી માટેની ડિટેલ -
પુરુષ - 27 પદો
મહિલા - 3 પદ
શૈક્ષણિક લાયકાત -
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (Dental Council of India) દ્વારા માન્યતા પ્રાપ્ત કૉલેજમાંથી કમ સે કમ 55 ટકા માર્ક્સની સાથે બીડીએસ/એમડીએસ પાસ કરેલુ હોવુ જોઇએ. આ ઉપરાંત ઉમેદવારે 31 જુલાઇ 2022 સુધી ડીસીઆઇ દ્વારા એક વર્ષના રૉટેટરી ઇન્ટર્નશીપ પુરી કરેલી હોવી જોઇએ.
આ રીતે કરી શકાશે અરજી -
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, એનઇઇટી (એમડીએસ) -2022માં સામેલ થવુ જોઇએ. ઉમેદવારોને અરજી સાથે નીટ (એમડીએસ) 2022 ની માર્કશીટ/સ્કૉર કાર્ડની કૉપી જમા કરાવવી જરૂરી છે.
ઉંમર મર્યાદા -
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
આ છે જરૂરી તારીખો -
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સ નૉટિફિકેશન જાહેર થયાની તારીખ 15 જુલાઇ 2022.
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સ અરજીની શરૂઆત - તારીખ જાહેર નથી થઇ.
ભારતીય સેના ડેન્ટલ કૉર્પ્સની અંતિમ તારીખ - 14 ઓગસ્ટ 2022.
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ
Education Loan Information:
Calculate Education Loan EMI