શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં જ કરાશે સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર, આત્મહત્યાના સમાચાર સાંભળતાં જ બોલિવૂડ સ્તબ્ધ
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપુતે બાંદ્રા પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર સાંભળીને બોલિવૂડની તમામ હસ્તીઓ સ્તબ્ધ થઈ ગઈ હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. સુશાંતના પિચરાઈ ભાઈ અન બીજેપી ધારાસભ્ય નીરજ સિંહે કહ્યું હતું કે, સુશાંતના પિતા કેકે સિંહ સાતે તેઓ મુંબઈ પહોંચશે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નીરજ સિંહે એ પણ કહ્યું હતું કે, સુશાંતના બોલિવૂડના મિત્રોએ પણ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો. આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતાં સુશાંતના મૃતદેહને પટના લઈ જવામાં આવશે.
સુશાંત સિંહ રાજપુતે બાંદ્રા પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર સાંભળીને બોલિવૂડ ખેલ જગત, રાજકારણી સુધીના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. પરિવાર પર દુખોના પહાડ તુટી પડ્યો હતો અને સુશાંતના ચાહકોને બહુ મોટો આંચકો લાગ્યો હતો. સુશાંતે આત્મહત્યા કરવાનું કારણ હજુ અકંબધ છે.
સુશાંત સિંહ રાજપુતના કઝિને જણાવ્યું હતું કે, સુશાંત આ વર્ષ નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો. કઝિન પન્ના સિંહે જણાવ્યું હતું કે, તેની સુશાંતના પિતા સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, લગભગ 45 મીનિટની વાતચીતમાં સુશાંતના પિતાએ તેમને કહ્યું હતું કે, બધું સારું છે. સુશાંત સાથે વાત થઈ છે. નવેમ્બરમાં લગ્ન પણ કરવાનો છે.
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ ફાંસી ખાઈને થયું છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ કહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી.
રવિવારે સુશાંતે દિવની શરૂઆત સવારે 6 વાગે થઈ હતી. ઉઠ્યા બાદ સુશાંત પોતાના રૂમમાં જતો રહ્યો હતો. સવારે 9:30 વાગે સુશાંતે જ્યુસ લીધો અને પોતાના રૂમમાં જતો રહ્યો હતો. આ તે છેલ્લો સમય હતો જ્યારે સુશાંતને રસોયાએ છેલ્લીવાર જોયો હતો. સવારે 10.30 વાગે કુક બપોરના લંચમાં શું બનાવવું છે તે પૂછવા માટે સુશાંત પાસે ગયો તો સુશાંતે દરવાજો ખોલ્યો નહતો.
કુક બપોર 12 વાગે લંચમાં શું બનાવવું છે તે પૂછવા માટે ફરી એકવાર સુશાંત પાસે ગયો તો સુશાંતે દરવાજો ખોલ્યો નહતો તો કુકે દરવાજો જોરથી ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં ત્યારે કુક સહિત બે અન્ય મિત્રો ગભરાઈ ગયા હતાં.
એક સર્વેન્ટને 12.15 વાગે સુશાંતની બહેનને ફોન કર્યો અને આખી વાત કહી. સુશાંતની બહેન ગોરેગાંવમાં રહે છે. તેને આ જાણકારી બાદ તે લગભગ 40 મીનિટમાં બાંદ્રા પહોંચી ગઈ હતી. તેણે પણ સુશાંત સુશાંત કરી બૂમો મારી અને ફોન પણ લગાવ્યો પરંતુ કોઈ જવાબ મળતો નહતો. ત્યાર બાદ 1.15 વાગે ચાવી બનાવનારને ફોન કરીને બોલાવ્યો હતો. લોક ખુલ્યું નહીં તો દરવાજો તોડી નાખ્યો હતો ત્યાર બાદ આ લોકો રૂમમાં અંદર પહોંચ્યા તો લીલા રંગના કુર્તાથી લટકી રહ્યો હતો. ત્યાર બાદ તરત જ ચપ્પુથી કુર્તો કાપીને સુશાંતને નીચે ઉતાર્યો હતો. ડોક્ટરને ફોન કર્યો અને પોલીસને જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement