શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ 76 વર્ષના દિગ્ગજ એક્ટરનું 75% લીવર ખરાબ થઈ ગયું છે, 25%ના સહારે જીવી રહ્યા છે
અમિતાભ બચ્ચન આજે પણ તેમની ઉંમર પ્રમાણે એકદમ ફીટ લાઈફ જીવી રહ્યા છે.
નવી દિલ્હીઃ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિને લઇને ચર્ચામાં છે. આ શો સોમવારથી શરૂ થયો જેમાં બિગ બીએ તેમની તબિયતને લઇને ખુલાસો કર્યો. હમેશાં ફિટ દેખાતા અમિતાભ બચ્ચનનું લિવર 75 ટકા ખરાબ થઇ ગયુ છે. અમિતાભ બચ્ચનનું ફક્ત 25 ટકા લિવર સારુ છે. આ ખુલાસો ખુદ અમિતાભ બચ્ચને કર્યો છે.
76 વર્ષના અમિતાભ બચ્ચને એક ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું, “વ્યક્તિએ પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.” પોતાનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે મને ખબર પડી ગઈ હતી કે મારું લિવર 75 ટકા ખરાબ થઈ ગયું છે અને હું 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છું. મને ટ્યૂબર્ક્યુલોસિસ (TB)ની તકલીફ છે, બીજી પણ ઘણી તકલીફો છે. બચ્ચને આગળ કહ્યું કે, બીમારીઓની તકલીફ સમય પહેલા ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે.
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આજે પણ તેમની ઉંમર પ્રમાણે એકદમ ફીટ લાઈફ જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમને કેટલીક તકલીફો છે છતાં તેઓ બોલિવૂડમાં પણ એકદમ એક્ટિવ છે. આ બીમારીઓ તેમના પર ક્યારેય હાવી થતી નથી દેખાઈ. તેઓ સતત ફિલ્મોમાં પણ જોવા મળે છે.
અમિતાભ બચ્ચન આ સીવાય પણ ઘણી સમસ્યાઓ છે. જેમ કે તેમણે હાલમાં જ KBCમાં કહ્યું હતું કે, તેમનો જમણો હાથ ઉંચો થતો નથી. તેમને ખભામાં ઇજા થયા બાદથી તેમને આ સમસ્યા છે. ખભાની ઇજાને કારણે તેઓએ તેમનાં બધા જ કામ ડાબા હાથે કરે છે. તેમને કરવા પડે છે. હાલમાં બિગ બી 'ગુલાબો સિતાબો' શૂટિંગ પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે તેઓની 'ઝંડુ' અને 'ચેહરે' પર કામ કરી રહ્યાં છે. આ વર્ષનાં અંત સુધીમાં બિગ બીની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની 'બ્રહ્માસત્ર' રિલીઝ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion