મીડિયા અહેવાલ અનુસાર વિરારના ડેપ્યૂટી સુપરિટેન્ડેન્ટ જયંત બાજબલેએ જણાવ્યું કે, અરનાલ બીચની નજીક બિલ્ડર્સે સસ્તા ફ્લેટ્સનું વચન આપ્યું હતું. આ જ ફ્લેટ્સમાં અનુરાધા પૌડવાલ સહિત અન્ય લોકોએ પોતાનું ઘર બુક કરાવ્યું હતું. આ બિલ્ડરોએ રોકાણકારોને સ્વીમિંગ પુલ જિમ અને એક પાર્ક સહિત અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. બાજબલેએ જણાવ્યું કે, આરોપીએ નકલી સેલ્સ એગ્રીમેન્ટ કરાવ્યા બાદ એક ફ્લેટને અનેક લોકોને વેચીને તેમની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી. જ્યારે અનુરાધા પૌડવાલે આ મામલે કહ્યું કે, રોકાણ તરીકે મેં વર્ષ 2013માં એક ફ્લેટ બુક કરાવ્યો હતો. પોલીસ અમને સંપૂર્ણ મદદ કરી રહી છે.
2/2
નવી દિલ્હીઃ જાણીતી સિંગર અનુરાધા પૌડવાલએ મુંબઈમાં બિલ્ડરો વિરૂદ્ધ 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ કેસ વિરાર વિસ્તારમાં એક ફ્લેટ ખરીદી સાથે જોડાયેલ છે. અનુરાધા પૌડવાલે આ કેસ અરનાલા કોસ્ટલ પોલિસ સ્ટેશનમાં નોંધાયો છે. તેણે આ મામલે સાત બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મીડિયા અહેવાલ અનુસાર આરોપીઓની ઓળખ રાજૂ સુલેરે અને અવિનાષ ધોલે તરીકે થઈ છે અને અન્ય 5 સાથી છે. હાલમાં સાતેય આરોપી ફરાર છે.