હાર્ટ એટેક આવતા આ જાણીતા અભિનેતાનુ નિધન, મમતા બેનર્જીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
અભિનેતાના પરિવારના સભ્યો અનુસાર, અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) ને બુધવારે એક શૉના શૂટિંગ દરમિયાના પેટમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો,
![હાર્ટ એટેક આવતા આ જાણીતા અભિનેતાનુ નિધન, મમતા બેનર્જીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો bengali actor abhishek chatterjee passy away due to heart attack હાર્ટ એટેક આવતા આ જાણીતા અભિનેતાનુ નિધન, મમતા બેનર્જીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/69304d57886c6deefd95d4abe317e553_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી- સિનેમા જગતમાંથી વધુ એક સ્ટારની વિદાય થઇ છે. જાણીતા એક્ટર અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) આ માત્ર 57 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. જાણકારી અનુસાર, અભિનેતાનુ મોત હાર્ટ એટેક આવતા થયુ છે. આ સમાચાર બાદ ટીવી અને ફિલ્મી જગતમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે, અને સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અભિનેતાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
અભિનેતાના પરિવારના સભ્યો અનુસાર, અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) ને બુધવારે એક શૉના શૂટિંગ દરમિયાના પેટમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો, ત્યારબાદ તેને ઘરે લઇ જવાયો અને સારવાર અપાઇ હતી. બાદમાં ગુરુવારે સવારે હાર્ટએટેક આવવાના કારણે એક્ટરનુ મોત નિધન થઇ ગયુ હતુ બંગાળી અભિનેતા અભિષેક ચેટર્જી (Abhishek Chatterjee) ના પરિવારમાં પત્ની એક નાની દીકરી છે.
Sad to know of the untimely demise of our young actor Abhishek Chatterjee . Abhishek was talented and versatile in his performances, and we shall miss him. It is a great loss for TV serials and our film industry. My condolences to his family and friends.
— Mamata Banerjee (@MamataOfficial) March 24, 2022
અભિષેક ચેટર્જી ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેને વર્ષ 1986 માં 'પથભોલા' નામથી ફિલ્મથી સિનેમા જગતમાં પગ મુક્યો હતો. આ ઉપરાંત ઋતુપર્ણા ઘોષની 'દહન' અને 'બારીવલી' અને 'મજૂમદાર' જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેને કેટલીય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)