Black Panther 2 Trailer: બ્લેક પેન્થર 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું, આ દિવસે થિયેટર્સમાં આવશે ફિલ્મ
માર્વેલ સ્ટૂડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મ બ્લેક પેન્થરનો બીજો ભાગ એટલે કે, બ્લેક પેન્થર 2ની બધા માર્વેલ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે બ્લેક પેન્થર 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે.

Black Panther Wakanda Forever Trailer: માર્વેલ સ્ટૂડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મ બ્લેક પેન્થરનો બીજો ભાગ એટલે કે, બ્લેક પેન્થર 2ની બધા માર્વેલ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે બ્લેક પેન્થર 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ સાથે જ બ્લેક પેન્થર - વકાંડા ફોરેવરની રિલીઝ થવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં આ ફિલ્મનો પ્રથમ ભાગ રિલીઝ થયો હતો. જેમાં દિવંગત અભિનેતા ચાડવિક બોસમેને (Chadwick Boseman) લીડ રોડ કર્યો હતો. વર્ષ 2020માં કેન્સરના કારણે ચાડવિક બોસમેનું કેન્સરના કારણે નિધન થયું હતું.
ધમાકેદાર છે બ્લેક પેંથર 2નું ટ્રેલરઃ
હાલમાં જ રિલીઝ થયેલા બ્લેક પેન્થર 2ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે આ ફિલ્મમાં એક્શનનો ભરપુર ડોઝ હશે. ટ્રેલરમાં વકાંડાનો સરતાજ બનવાની કહાની વધારે બતાવાઈ છે. બ્લેક પેન્થર - વકાંડા ફોરેવરના આ 2 મિનીટ 11 સેકન્ડના શાનદાર ટ્રેલરમાં તમને ફિલ્મની સ્ટાર કાસ્ટ ટેનોચ હ્યૂર્ટા, માર્ટિન ફ્રીમેન, લૂપિતા ન્યોંગો, એંજેલા બેસેટ, લેટિટિયા રાઈટ અને વિંસ્ટન ડ્યૂક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જો કે, ચાડવિકની કમી આ ટ્રેલરમાં જોવા મળી છે. એટલું જ નહી બ્લેક પેન્થર 1ને બેસ્ટ ફિચર ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી.
આ દિવસે રિલીઝ થશે બ્લેક પેન્થર 2:
બ્લેક પેન્થર 2ના આ શાનદાર ટ્રેલરને જોયા બાદ આ ફિલ્મ માટે ફેન્સનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, બ્લેક પેન્થર - વકાંડા ફોરેવરને આ વર્ષ 11 નવેમ્બરના દિવસે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ સાથે બ્લેક પેન્થર વકાંડા ફોરેવર હિન્દી, ઈંગ્લીશ, તમિલ, તેલૂગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
ગુજરાતી ક્રિકટર કૃણાલ પંડ્યા-પંખુડીના ઘરે આવ્યો નાનો મહેમાન, જાણો શું રાખવામા આવ્યુ નામ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
