injured: એક્શન સીનથી એક્ટર ઘાયલ, શૂટિંગ દરમિયાન એક્ટરે વૉશ બેસિનને લાત મારી તો પગ ભાંગ્યો, જુઓ વીડિયો
તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જે પ્રમાણે ટાઇગર શ્રોફ એક એક્શન સીન દરમિયાન પગમાં ઇજા થઇ છે.
Tiger Shroff Broke His Leg: બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક્ટરે એક એક્શન સીન દરમિયાન ઘાયલ થઇ ગયો છે. સામાન્ય રીતે એક્ટર ફિલ્મોમાં એકથી એક એક્શન સીન આપવામાં માહેર છે, અને તે ખુદ આવા એક્શન સીને કરે છે. પરંતુ ક્યારેક આવા સીનથી જોખમ પણ ઉભુ થાય છે. આવુ જ જોખમ એક્શન સીનથી થયુ છે.
હવે તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જે પ્રમાણે ટાઇગર શ્રોફ એક એક્શન સીન દરમિયાન પગમાં ઇજા થઇ છે. કહેવાઇ રહ્યું છે કે પગમાં સામાન્ય રીતે ફેક્ચર થયુ છે. એક્ટરે ખુદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે પ્રમાણે તે એક ફાઇટ સીન કરી રહ્યો છે, અને આ દરમિયાન એક વૉશ બેસિનને કિક મારે છે, જેનાથી તેનો પગ ભાંગી ગયો છે. આ જાણકારી ખુદ ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર આપી છે, જુઓ વીડિયો.......
View this post on Instagram
ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ ક્યારેય થયું જ નથી, ટાઈગરના મિત્રએ જ સમગ્ર હકીકત જણાવી
Tiger Shroff-Disha Paatni Breakup : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પાટનીના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરમાં છે. થોડા દિવસો પહેલા અચાનક સમાચાર આવ્યા હતા કે ટાઈગર અને દિશાના વર્ષો જૂના સંબંધો તૂટી ગયા છે અને બંને અલગ થઈ ગયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે દિશા ટાઇગર સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ ટાઈગર હાલ લગ્ન માટે તૈયાર નહોતો, તેથી બંનેનું બ્રેકઅપ થયું.
View this post on Instagram
દિશા અને ટાઈગરના અલગ થવાના સમાચાર વચ્ચે, હવે જો અમે તમને કહીએ કે દિશા અને ટાઈગરનું ક્યારેય બ્રેકઅપ થયું નથી, પરંતુ બંને હજી પણ સાથે છે... તો? તમને પણ આંચકો લાગશે. પરંતુ એ વાત સાચી છે. ટાઈગર શ્રોફના એક મિત્રે કહ્યું છે કે, દિશા અને ટાઈગર શ્રોફનું ક્યારેય બ્રેકઅપ નથી થયું. બંનેએ તેમના બ્રેકઅપ વિશે ક્યારેય કશું કહ્યું ન હતું.
તો શું આ પબ્લિસિટી સ્ટંટ હતો?
View this post on Instagram
ટાઈગરના એક મિત્રએ પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'દિશા લગભગ દરરોજ ટાઈગરના ઘરે જાય છે. જ્યારે તે કામ પર ન હોય, ત્યારે તે ઘણીવાર ટાઇગર અને તેના પરિવાર સાથે સમય વિતાવે છે અને તે હજી પણ આમ જ કરી રહી છે. બંને વર્કઆઉટ કરવા પણ સાથે જાય છે. એક વિલન રિટર્ન્સ ના પ્રમોશન દરમિયાન પણ દિશા ઘણીવાર ટાઇગરના ઘરે જતી હતી. જ્યારે ટાઇગર અને દિશાની ટીમને પૂછવામાં આવ્યું કે શું તે પબ્લિસિટી સ્ટંટ છે? તો તેમણે કહ્યું, "આ બ્રેકઅપની વાતો દિશા અને ટાઈગરની તરફથી ક્યારેય આવી નથી."
તમને જણાવી દઈએ કે, ટાઈગર અને દિશા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી, પરંતુ દિશા ઘણીવાર ટાઈગર અને તેની બહેન કૃષ્ણા શ્રોફ સાથે સમય પસાર કરતી જોવા મળે છે. પછી તે તેના ઘરે હોય કે બહાર.
View this post on Instagram