Alia Ranbir Wedding: કપૂર પરિવારમાં ખાસ અંદાજમાં પુત્રવધૂ આલિયા ભટ્ટનું કરાયુ સ્વાગત
બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંન્નેએ ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા
મુંબઇઃ બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંન્નેએ આજે ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીર કપૂરે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આલિયા અને રણબીરના લગ્ન બાદ મીડિયા સમક્ષ આવ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આલિયા ભટ્ટનું કપૂર પરિવારમાં ખાસ અંદાજમાં સ્વાગત કરાયું હતું. કરીના કપૂરથી લઇને આદર જૈન સહિત તમામ લોકોએ આલિયા ભટ્ટ માટે સ્પેશ્યલ પોસ્ટ શેર કરી હતી.
View this post on Instagram
કરીના કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની તસવીર પોસ્ટ કરી અને લખ્યુ અમારુ દિલ ભરાઇ ગયું છે. પરિવારમાં સ્વાગત છે ડાલિંગ આલિયા. જ્યારે કરિશ્મા કપૂરે આલિયા અને રણબીર સાથે તસવીર શેર કરતા લખ્યું કે આ સુંદર કપલ્સને ખૂબ શુભકામનાઓ. તમને બંન્નેને જિંદગીભર ખુશ રહેવાની કામના કરું છું. ફેમિલી લવ. મારા ભાઇના લગ્ન છે.
View this post on Instagram
રિદ્ધિમા કપૂરે શેર કર્યા પોસ્ટ
રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ પણ ભાભી આલિયાનું ખાસ અંદાજમાં સ્વાગત કર્યું છે. તેમણે આલિયા અને રણબીરની ફોટો શેર કરતા લખ્યું કે આલિયા ભટ્ટ અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ અને એ જર્નીની રાહ જોઇ રહ્યા નથી જેની તમે શરૂઆત કરી હતી. પરિવારમાં સ્વાગત છે પ્યારી છોકરી. પરંતુ તમે હંમેશાથી તેનો ભાગ હતી.
રણબીર કપૂરના કઝીન આદર જૈને પણ આલિયાનું ખાસ અંદાજમાં સ્વાગત કર્યું છે. આદરે આલિયા અને રણબીરની તસવીરો શેર કરતા લખ્યું કે પરિવારમાં સ્વાગત છે ભાબ્સ. નોંધનીય છે કે રણબીર અને આલિયા પાંચ વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. તેઓએ સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે એન્ટ્રી કરીને તમામને ચોંકાવી દીધા હતા.