Janhvi Kapoor Health Update: જાહ્નવી કપૂરને 4 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, જાણો તબીયત અંગે
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના પછી તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
Janhvi Kapoor Health Update: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના પછી તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અભિનેત્રીના પરિવારની ખૂબ નજીકના સૂત્રએ એબીપી ન્યૂઝને પુષ્ટિ કરી હતી કે જાહ્નવી હોસ્પિટલમાં છે. સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેત્રી ચેન્નાઈ ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર કંઈક ખાધું હતું. આવી સ્થિતિમાં તેની તબિયત બગડતાં તેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જોકે, હવે જાહ્નવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
View this post on Instagram
અભિનેત્રીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ
ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ જાહ્નવી કપૂરને 20 જુલાઈએ રજા આપવામાં આવી હતી. આ માહિતી તેના પિતા બોની કપૂરે પોતે આપી છે. ઝૂમ પર વાત કરતા બોની કપૂરે કહ્યું- 'તેને આજે (20 જુલાઈ) સવારે રજા આપવામાં આવી છે. તેની તબીયત હવે ઘણી સારી છે.
અંબાણીના લગ્નમાં હતી જાહ્નવી કપૂર
તમને જણાવી દઈએ કે આ પહેલા જાહ્નવી કપૂર અનંત અંબાણીના લગ્નના દરેક ફંક્શનમાં હાજરી આપતી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, અભિનેત્રીના લૂકની ખૂબ ચર્ચા થઈ હતી. લગ્નના તેના ઘણા વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યા હતા જેમાં તે 'હોઠ રસીલે', 'બોલે ચૂડિયાં' અને અન્ય ઘણા ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
જાહ્નવી કપૂર વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની રાજકુમાર રાવ સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે તેની આગામી ફિલ્મ 'ULAJH'ને લઈને ચર્ચામાં છે, તેની ફિલ્મ 2જી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે જુનિયર એનટીઆરની 'દેવારા-પાર્ટ વન' અને રામ ચરણ સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.