Janhvi Kapoor : શું જાન્હવી કપૂરનું ગોઠવાઈ ગયું? બોયફ્રેન્ડ સાથે કરી કરી શકે છે લગ્ન?
ફેબ્રુઆરીમાં જાહ્નવી કપૂર પરિવાર સાથે વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન બોની કપૂર અને બહેન ખુશી કપૂર તેમની સાથે હતા પરંતુ શિખર પણ વેકેશનમાં તેમની સાથે જોડાયો હતો.
આજકાલ બોલિવૂડ ગલિયારામાં એક પછી એક નવા કપલની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ કિયારા-સિદ્ધાર્થના લગ્ન થયા. ત્યારે અર્જુન કપૂરની બહેન અંશુલાએ પણ તેમના સંબંધોની પુષ્ટિ કરી. બીજી તરફ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના પ્રેમપ્રકરણે પણ સૌકોઈને આશ્ચર્ય પમાડ્યું છે. હવે વધુ એક અભિનેત્રી અને સ્ટાર કિડ્સના અફેરની અફવા પણ વેગીલી બની ગઈ છે.
સ્ટાર્સનો મેળાવડો
તાજેતરમાં જ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતના તમામ સ્ટાર્સ આવ્યા હતા. સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન, કિયારા-સિદ્ધાર્થ, કરીના-સૈફથી લઈને તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં બોની કપૂર દીકરી જાહ્નવી કપૂરના અફવા બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળ્યો હતો. હવે બંનેને પહેલીવાર આટલી સાર્વજનિક જગ્યાએ જોઈને બધા દંગ રહી ગયા હતાં. લોકોનું કહેવું છે કે, શું જાહ્નવી કપૂર અને શિખરનો સંબંધ કન્ફર્મ છે? શું તેઓ ટૂંક સમયમાં જ હંમેશા હંમેશા માટે એકબીજાના થઈ જશે?
જોકે જાન્હવી કપૂર કે તેના પરિવાર દ્વારા આવા કોઈ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. તેવી જ રીતે જાહ્નવીએ ક્યારેય શિખર સાથેના અફેરને લઈને મગનું નામ મરી પાડ્યું નથી. જોકે તસવીરો એ વાતની સાક્ષી પુરે છે કે, બંને વચ્ચે મિત્રતા કરતાં પણ ઓર જ છે.
બોની કપૂર અને જાહ્નવી કપૂરના કથિત બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે બોની કપૂર સાથે સૂટબૂટમાં પોઝ આપતો નજરે પડે છે. બીજી તરફ આ કાર્યક્રમમાં જાહ્નવી પણ ખૂબ જ સુંદર દેખાઈ હતી.
શેર કર્યો એક રોમેન્ટિક ફોટો
ગયા મહિને જ શિખર પહાડિયાએ એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો અને જાહ્નવી કપૂરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે તેમાં બંનેના ચહેરા દેખાતા ન હતા. બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. આ તસવીર જોઈને ફેન્સ જાહ્નવી અને શિખરનું નામ લેવા લાગ્યા. જાહેર છે કે, શિખર પહારિયા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુનીલ કુમાર શિંદેનો પૌત્ર છે. અહેવાલો અનુસાર, તેમના અફેરના અહેવાલો આવ્યા હતા, પરંતુ વચ્ચે એવી ગપસપ પણ હતી કે તેમના સંબંધો તૂટી ગયા છે.
શિખર અને જાન્હવીનું ફરી પેચ અપ!
તેમના સંબંધો કેમ અને કેવી રીતે તૂટી ગયા તે વિશે કોઈ માહિતી નથી પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, શિખર અને જાહ્નવીએ પેચઅપ થઈ ગયું છે.
કૌટુંબિક વેકેશન પર
ફેબ્રુઆરીમાં જાહ્નવી કપૂર પરિવાર સાથે વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન બોની કપૂર અને બહેન ખુશી કપૂર તેમની સાથે હતા પરંતુ શિખર પણ વેકેશનમાં તેમની સાથે જોડાયો હતો. કરણ જોહરે તેના શો કોફી વિથ કરણ 7માં શિખર પહરિયા અને જાહ્નવી કપૂરના અફેરના સમાચારની પુષ્ટિ કરી હતી. જ્યારે જાહ્નવી કપૂર સારા અલી ખાન સાથે આવી હતી.
કરણ જોહરે ખુલાસો કર્યો હતો
શો દરમિયાન કરણે હિંટ આપી હતી કે, તમે બંને સેલિબ્રિટીના બે ભાઈઓને ડેટ કરી રહ્યા છો. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રી સારા અલી ખાન શિખરના ભાઈ વીર પહાડિયાને ડેટ કરી રહી છે.