પિતા બોની કપૂર રડવા લાગ્યા હતા એટલે Mili ફિલ્મ કરવા માટે તૈયાર થઈ હતી, Janhvi Kapoor નો ખુલાસો
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની હાલમાં રિલીઝ ફિલ્મ ‘મિલી’ (Mili) ને સામાન્ય રીવ્યૂ મળ્યા છે. જાહ્નવી કપૂરની જોરદાર એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.
Janhvi Kapoor Mili: જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની હાલમાં રિલીઝ ફિલ્મ ‘મિલી’ (Mili) ને સામાન્ય રીવ્યૂ મળ્યા છે. જાહ્નવી કપૂરની જોરદાર એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરી શકી નથી. આ ફિલ્મે 3 દિવસમાં બોક્સ ઓફિસ પર 1.3 થી 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, 'મિલી'ના પ્રમોશન દરમિયાન, અભિનેત્રીએ શેર કર્યું કે તે કેવી રીતે 'મિલી' ફિલ્મ કરવા માટે રાજી થઈ.
'મિલી' ને લઈને શ્યોર નહોતી
બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ કહ્યું હતું કે તે શ્યોર નહોતી કે તેને વધુ એક રીમેકનો ભાગ બનવું જોઈએ કે નહીં. તેણે તેના પિતા અને ફિલ્મ નિર્માતા બોની કપૂરને પણ આ વાત કહી હતી. અભિનેત્રી કહે છે કે મેં કહ્યું હતું, 'પાપા, મને નથી લાગતું કે આપણે બીજી રિમેક બનાવવી જોઈએ.' 'ગુંજન સક્સેના', 'ગુડ લક જેરી' બંને ભારે ફિલ્મો હતી. હું માત્ર માનસિક રીતે શાંત થવા માંગતી હતી. " જાહ્નવી કપૂર કહે છે આ આ સાંભળી તેના પિતાએ કહ્યું, હા બેટા, તું શાત થઈ જશે. આ ફિલ્મ ફ્રીજમાં જ છે.
બોની કપૂર ફોન પર રડવા લાગ્યા
જાહ્નવી કપૂર વધુમાં ઉમેરે છે, “તે (બોની કપૂર) 'મિલી' ને લઈને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ભલે તમે આ ફિલ્મ ન કરો તો પણ હું બનાવીશ. તે ફોન પર રડવા લાગ્યા." તેમણે કહ્યું, “ફિલ્મમાં પિતા અને પુત્રીની વાર્તા છે, તે મારા અને તારી જેમ છે, બેટા. મે તને જોઈ છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે 'મિલી'નું શૂટિંગ કોઈ મજેદાર અને કોઈ ગેમ નહોતી કારણ કે તેણે ફિલ્મ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
'મિલી' મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે
સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'મિલી' જાહ્નવી કપૂરની પહેલી સર્વાઇવલ ફિલ્મ છે, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ મલયાલમ થ્રિલર 'હેલન'ની સત્તાવાર હિન્દી રિમેક છે, જેમાં અભિનેત્રી જાહ્નવી કપૂરની સાથે સની કૌશલ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.