શોધખોળ કરો
બૉલીવુડનો સ્ટાર હેર સ્ટાઈલિસ્ટ-મેક અપ આર્ટિસ્ટ પકડાયો ડ્રગ્સ સાથે, જાણો ક્યા ક્યા મોટા સ્ટાર માટે કરે છે કામ?
એનસીબીએ અધિકારીઓએ જણાવ્યુ કે સૂરજ ગોદાંબે અને એક ઓટોરિક્શા ડ્રાઇવર લાલચંદ યાદવને ગુરુવારે પકડી લેવામાં આવ્યા છે. એનસીબીએ તેમની પાસેથી 17.6 ગ્રામ વજનના ડ્રગ્સના 16 પેકેડ જપ્ત કર્યા છે, જેમાં 11 ગ્રામ કોકીન હતુ

(પ્રતિકાત્મક તસવીર)
મુંબઇઃ એનસીબીએ આજે બૉલીવુડમાં મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ સૂરજ ગોદાંબે સહિત બે લોકોને મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી એનસીબીએ કોકીન જપ્ત કર્યુ છે. એક અધિકારીએ જણાવ્યુ કે બૉલીવુડમાં ડ્રગ્સના વપરાશ સાથે જોડાયેલી કેસોની તપાસ કરી રહેલી એનસીબીએ મુંબઇ ઝૉનલ યૂનિટે બુધવારે અંધેરીના ઓશિારા વિસ્તારમાં સ્થિત મીરા ટાવરમાં દરોડા પાડ્યા હતા.
એનસીબીએ અધિકારીઓએ જણાવ્યુ કે સૂરજ ગોદાંબે અને એક ઓટોરિક્શા ડ્રાઇવર લાલચંદ યાદવને ગુરુવારે પકડી લેવામાં આવ્યા છે. એનસીબીએ તેમની પાસેથી 17.6 ગ્રામ વજનના ડ્રગ્સના 16 પેકેડ જપ્ત કર્યા છે, જેમાં 11 ગ્રામ કોકીન હતુ.
(પ્રતિકાત્મક તસવીર)
અધિકારીએ જણાવ્યુ કે સૂરજ ગોદાંબે મેક અપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ છે, તે બૉલીવુડના કેટલાક પ્રૉડક્શન હાઉસ સાથે કામ કરી ચૂક્યો છે. તેને અરબાઝ ખાન સહિતના મોટા સ્ટાર સાથે કામ કર્યુ છે. તેને મુંબઇની એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાં તેને 16 ડિસેમ્બર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
(પ્રતિકાત્મક તસવીર)
ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા માદક પદાર્થ મામલાની તપાસ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યુ કે એનસીબીના દરોડા દરમિયાન 2.5 કરોડ રૂપિયાની કિંમતની ચરસ અને 13.51 લાખ રૂપિયાની કેસ જપ્ત કરવામાં આવી છે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
