શોધખોળ કરો
Sandalwood Drugs Case: કર્ણાટક હાઈકોર્ટે આ એક્ટ્રેસને આપ્યા જામીન
સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સાઉથની એક્ટ્રેસ સંજના ગલરાનીને કર્ણાટકની હાઈકોર્ટે જામીન આપ્યા છે.

તસવીર ઈન્સ્ટાગ્રામ
બેંગલુરૂ: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સાઉથની એક્ટ્રેસ સંજના ગલરાનીને કર્ણાટકની હાઈકોર્ટે જામીન આપ્યા છે. સંજનાને ત્રણ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ તેણે દર મહિને બે વખત પોતાની હાજરી નોંધાવવી પડશે અને સહયોગ કરવો પડશે.
આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે ઘરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ રાગિની દ્રિવેદી, સંજના ગલરાની અને અન્ય આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાગિની દ્રિવેદીને 4 સપ્ટેમ્બરે અને સંજના ગલરાનીને 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.
આ કેસ સપ્ટેમ્બરમાં ત્યારે સામે આવ્યો હતો જ્યારે સીસીબીએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જે બેંગલુરૂમાં હાઈપ્રોફાઈલ ડ્ર્ગ્સ પાર્ટીઓનું આયોજન નકરતો હતો. આ કેસમાં તપાસ કરી શહેરની પોલીસે ઘણા ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી અને બાદમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાને લઈ બંને એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement