Jawan Trailer Release Date Announced: ક્યારે રિલીઝ થશે શાહરુખ ખાનની 'જવાન'નું ટ્રેલર ? સામે આવી રિલીઝ ડેટ
શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. ફિલ્મ 'જવાન'ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

Jawan Trailer Release Date Announced: શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. ફિલ્મ 'જવાન'ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર આ મહિને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર 31 ઓગસ્ટે રિલીઝ થવાની પુષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મના ટ્રેલરને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય નયનતારા લીડ રોલમાં છે. દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલ કરતી જોવા મળશે. વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને પ્રિયમણિ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. પઠાણ બાદ ફરી એકવાર શાહરૂખને એક્શનમાં જોવો એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ જબરદસ્ત થઈ રહ્યું છે
ફિલ્મને લઈને ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ મુંબઈના થાણેમા 1100 રૂપિયા સુધીની ટિકિટો પણ ખરીદવામાં આવી હતી. SacNilk ના અહેવાલ મુજબ, ફિલ્મે યુએસમાં એડવાન્સ બુકિંગથી 1.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જર્મની અને ઓસ્ટ્રેલિયામાં પણ જબરદસ્ત બુકિંગ થઈ રહ્યું છે. ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે.
View this post on Instagram
જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
કેવો રહ્યો જવાનનો પ્રીવ્યૂ ?
આ ફિલ્મનો પ્રીવ્યૂ 10 જુલાઈએ રિલીઝ થયો હતો. પ્રીવ્યુને ચાહકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. એક્શન પેક્ડ પ્રિવ્યૂમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પણ એક્શન કરતી જોવા મળી હતી. શાહરૂખ ખાનની સ્ટાઈલને પણ પસંદ કરવામાં આવી હતી. તેના લુક્સે પણ દિલ જીતી લીધા હતા. શાહરૂખનો બાલ્ડ લુક વાયરલ થયો હતો.
જવાન સિવાય આ ફિલ્મમાં શાહરૂખ જોવા મળશે
જણાવી દઈએ કે જવાન સિવાય શાહરૂખ પાસે ડંકી ફિલ્મ પણ છે. રાજકુમાર હિરાણી ડંકી ફિલ્મ બનાવી રહ્યા છે.શાહરુખ ખાનના ચાહકો ફિલ્મ ડંકીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. શાહરુખ ખાનના ચાહકો તેના દરેક લૂકમાં મોટા પડદા પર જોવાનું પસંદ કરે છે. શાહરુખ ખાનની દરેક ફિલ્મો પર દર્શકો ખૂબ જ પ્રેમ વરસાવે છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial





















