Jawan: શાહરુખની ફિલ્મ 'જવાન'માં સાઉથના આ સુપરસ્ટારની એન્ટ્રી થઈ, આ ભૂમિકામાં દેખાશે...
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફિલ્મ 'પઠાણ'થી ફિલ્મી પડદે પરત ફરવા જઈ રહ્યા છે. શાહરુખના કમબેકને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
Thalapathy Vijay In Shahrukh Khan Jawan: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફિલ્મ 'પઠાણ'થી ફિલ્મી પડદે પરત ફરવા જઈ રહ્યા છે. શાહરુખના કમબેકને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જો કે હાલના દિવસોમાં શાહરૂખ તેની આગામી ફિલ્મ 'જવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વિશે દરરોજ કોઈને કોઈ અપડેટ આવી રહી છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના દમદાર કલાકારો 'જવાન'માં જોવા મળવાના છે. હવે આ ફિલ્મને લઈને એક તાજા સમાચાર સામે આવ્યા છે કે, સાઉથના સુપરહિટ એક્ટર થલપતિ વિજય પણ આ ફિલ્મમાં એન્ટ્રી લઈ રહ્યો છે.
જવાનમાં થલપતિ વિજયની એન્ટ્રીઃ
તમને જણાવી દઈએ કે, થલપતિ વિજય માત્ર સાઉથનો જ નહીં પરંતુ પૈન ઈન્ડિયા સ્ટાર છે. તેના ચાહકોની યાદી ઘણી લાંબી છે. 'જવાન' ફિલ્મમાં તેની એન્ટ્રીના સમાચારથી ચાહકોને ખુશ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તમિલ સુપરસ્ટાર થલપતિ વિજય ફિલ્મ 'જવાન'માં કેમિયો રોલ કરતો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સપ્ટેમ્બરમાં તેના ભાગનું શૂટિંગ કરશે જે ચેન્નાઈમાં હશે. વિજયે ફિલ્મમાં તેના રોલ માટે નિર્માતાઓને તારીખ આપી દીધી છે.
ફિલ્મમાં કેમિયો રોલ કરશેઃ
એવા અહેવાલો છે કે થલપતિ વિજયે માત્ર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં કેમિયો કરવા માટે હા પાડી છે અને તે તેના રોલ માટે ફી પણ નથી લેવાનો. 'જવાન'માં શાહરૂખ ખાન લીડ રોલમાં જોવા મશે, જ્યારે વિજય સેતુપતિ વિલનની ભૂમિકામાં હશે. જવાનનું ડાયરેક્શન સાઉથની ફિલ્મોના દિગ્દર્શક એટલી કુમાર કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે, જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.